દાહોદમાં શૈક્ષણિક ચિંતન શિબિરનું આયોજન મોડેલ સ્કૂલ મીરાખેડી ખાતે કરવામાં આવ્યું
શિક્ષણ પદ્ધતિમાં જરૂરી સુધારા અંગેની માહિતી આપવામાં આવી
દાહોદ:- તા. ૧૧
દાહોદમાં પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્રસિંહ એલ. દામા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આરતસિંહ એ. બારીઆ, ડાયટના પ્રાચાર્ય મુનિયા, ગુજરાત શિક્ષણ અધિકારીશ્રીઓ, વિવિધ શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રોની ઉપસ્થિતિ હેઠળ મોડેલ સ્કૂલ મીરાખેડી ખાતે શૈક્ષણિક ચિંતન શિબિર યોજવામાં આવી.
ચિંતન શિબિરની ચાર મહત્વની શિક્ષણને લગતા વિવિધ મહત્વના વિષયો અંગેની થીમ વિશે માર્ગદર્શન પૂર્વ શિક્ષણાધિકારી શ્રી નૈષધ મકવાણા અને જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્રસિંહ એલ. દામા દ્વારા શિક્ષણમાં વિશેષ પ્રયત્નો થકી સુધારા કઈ રીતે કરી શકાય એ બાબત પર શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ સાથે તેઓને બાળકોના શિક્ષણ વિશે આપવામાં આવતી માહિતી તેમજ માર્ગદર્શન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, વિધ્યાર્થીઓના વાંચન, લેખન તેમજ ગણનના મહત્વને પ્રાથમિકતા આપવામાં આવી હતી. શિક્ષકો દ્વારા શાળાઓમાં આપવામાં આવતા શિક્ષણ અંગેની પદ્ધતિ અંગે આવેલ તમામ શિક્ષકોને જરૂરી માર્ગદર્શન સહિત સમજ આપવામાં આવી હતી.
ઉપરાંત કાર્યક્રમના અંતે શિબિરમાં ઉપસ્થિત રહેલ તમામ શિક્ષકો તેમજ આચાર્યો સાથે અભ્યાસમાં વાંચન, લેખન તેમજ ગણનમાં પાછા પડતા નબળા બાળકોના અભ્યાસમાં આપવામાં આવતી શિક્ષણ પદ્ધતિથી કેવી રીતે સુધારો લાવી શકે તેમજ શિક્ષણ પદ્ધતિમાં કરવા માટેના સુધારા અંગેની ચર્ચા વિચારણા સાથે સૌએ પોતાના વિચારો પણ પ્રસ્તુત કર્યા હતા.
૦૦૦