ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર પ્રતાપુરા વિસ્તારમાં કચરો ભરેલુ કન્ટેનર ખાલી કરવામાં નગરપાલિકાની આળસાઇ ..
સંતરામપુર તા. ૧૧
સંતરામપુર નગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો ના ફેકાય તે માટે નગરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ સ્થળો ઉપર કન્ટેનર મૂકવામાં આવેલા હતા પરંતુ કન્ટેનર મૂક્યા પછી સંતરામપુર નગરપાલિકા ખાલી કરવામાં જરાય રસ લેતી જ નથી પ્રતાપુરા વિસ્તારમાં આ કન્ટેનર કચરાથી ભરાઈ જવાના કારણે અને ચારે બાજુ પશુઓ તેના મોઢા મારતા હોય છે અને ભારે દુર્ગંધ ચારે બાજુ ફેલાયેલું છે આના કારણે રોગચાળાની પણ ભયભીતિ સિવાય રેલી છે તેમ છતાંય પાલિકા કામગીરી કરવામાં નિષ્ફળ જોવાઇ રહેલી છે ઘણા સમયથી આ ડસ્ટબીન ની અંદર ખરાબ દુર્ગંધ હોવાના કારણે આજુબાજુના સ્થાનિક રહીશોને અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે દિવસ પર મોઢા ઉપર રૂમાલ બાંધીને બેસી રહેવું પડતું હોય છે તેમ છતાં સંતરામપુર પાલિકા સફાઈ રાખવા માટે ના સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ ગયેલી છે આવી સામાન્ય કામગીરી કરવામાં પણ પાલિકાની જરાય રસ જોવાતો નથી વહેલી તકી ધોરણે નગરમાં મૂકવામાં આવી રીતે કચરાથી ઉભરાત કન્ટેનરોને ખાલી કરવામાં આવે અને સ્વચ્છતા રાખવામાં આવે કોઈ લોક માંગ ઉભી થઈ હતી.