મહેન્દ્ર ચારેલ :- સંજેલી
વિદ્યા સહાયકોની ભરતી મામલે ઓડિયો વાયરલ થતાં રાજકીય પક્ષો આકરા પાણીએ..
સંજેલીમાં બોગસ ભરતી મામલે ઇન્ડિયા એલાયન્સમાં સામેલ પક્ષોનુ મામલદારને આવેદન…
દાહોદ તા.૧૧
સંજેલી તાલુકાના જુસ્સા આશ્રમશાળામાં સહાયકોની ભરતીમાં નાણાકીય વ્યવહારો થકી ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યો છે.જેની ઓડિયો ક્લિપ ગઈકાલે સંજેલી તેમજ દાહોદ જિલ્લામાં વાયરલ થતા શિક્ષણ જગતમાં સ્તબ્ધતાની સાથે ચકચાર મચી જવા પામી છે.
સંજેલી તાલુકાની આશ્રમશાળાઓમાં બોગસ ભરતી કરી લાખો રૂપિયાનો કૌભાંડમાં ખાઈકી ખેલ ખેલાયા હોવાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ પછી જવા પામ્યો છે. જેના પગલે આ પ્રકરણને લઈ ઇન્ડિયા એલાઇન્સ ગઠબંધનમાં પાર્ટી કોંગ્રેસ બીટીપી આક્રમક રૂપમાં જોવાઈ રહી છે. અને ઉપરોકત ભરતીઓમાં થયેલા ભ્રષ્ટાચારના વિરોધમાં આજરોજ આમ આદમી પાર્ટી કોંગ્રેસ તેમજ બીટીપી દ્વારા વિરોધી સૂત્રોચાર કરી ભાણપુર ફાટક થી સંજેલી મામલતદાર સુધી રેલી યોજી હતી. ત્યારબાદ સંજેલી મામલતદારને કલેકટર, શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી રાજ્યપાલને સબોધતું આવેદનપત્ર પાઠવી દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે.સાથે સાથે આ આશ્રમશાળામાં બોગસ ભરતી મામલે જો 10 દિવસમાં ભરતીઓ રદ કરવામાં નહીં આવે અને દોષીતો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહિ આવે તો અગામી સમયમાં શિક્ષણમંત્રી, ધારાસભ્ય અને સંસદ સભ્યની ઓફિસના ઘેરાવો કરવાની પણ આમાંથી પાર્ટી તેમજ કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.