મુખ્ય મંત્રીના દાહોદ આગમન ટાણે વિવિધ પક્ષોના ૪૦૦ ઉપરાંત કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોને ભાજપમાં પ્રવેશ મેળવ્યો.
દાહોદ તા. ૧૦
લોકસભા ચૂંટણી ટાણે સમગ્ર ગુજરાતમાં ઓપરેશન લોટસ મુજબ ભાજપમાં પ્રવેશ માટે સંભુમેળો યોજાઈ રહ્યો છે.
જેમાં ખાસ કરીને કોંગ્રેસના દિગજ નેતા અર્જુન મોઢવાડિયા, અમરીશ ઢેર તેમજ માણાવદરના ધારાસભ્ય સહિતના કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે.
ત્યારે આજે દાહોદ જિલ્લામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમન ટાણે યોજાયેલા 300 કરોડ ઉપરાંતના પ્રકલ્પોના લોકાર્પણ તેમાં
શિલાન્યાસ કાર્યક્રમમાં પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ ની ઉપસ્થિતિમાં ધાનપુર લીમખેડા તેમજ સહિતના વિસ્તારોમાંથી કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી, તેમજ ભારતીય આદિવાસી પાર્ટી BAP ના 400 ઉપરાંત કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો.
જેનાં પગલે લોકસભા ચૂંટણી ટાણે કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો બેકફૂટ પર આવી ગયા હોય તેમ જોવાઈ રહ્યું છે. જ્યારે ભાજપ ફ્રન્ટ ફૂટ પર આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.