આગામી લોકસભાની ચૂંટણીને લઈ સંતરામપુર ટાઉન વિસ્તારમાં પોલીસ અને CRPF જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજી

Editor Dahod Live
1 Min Read

 

આગામી લોકસભાની ચૂંટણીને લઈ સંતરામપુર ટાઉન વિસ્તારમાં પોલીસ અને CRPF જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજી

સંતરામપુર તા. ૧૦

આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે જેની તારીખો ઓન હવે આગામી સમયમાં જાહેર થશે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સતર્કતા રાખી જાહેર સ્થળ અને રહેણાંક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહીસાગર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અને પોલીસ અધિકારીઓન માર્ગદર્શન હેઠળ સંતરામપુર ખાતે ફ્લેગ માર્ચનું આયોજન રવામાં આવ્યું હતું. 

સંતરામપુર શહેર ખાતે આગામી લોકસભાની ચૂંટણીની અનુલક્ષીને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં CRPF જવાનોને સાથે રાખી ટાઉન પી આઈ, સહિત પોલીસ સ્ટાફના માણસો શહેરના વિવિધ વિસ્તારોમા ફ્લેગમાર્ચ યોજી હતી. શહેરના થી શરૂ થયેલ આ ફ્લેગમાર્ચ આરામપુરા,મધવાસ દરવાજા,ગોળ બજાર,માંડવી બજાર, સુથાર વાડ, સોનિવાડ,નગર પાલિકા વિસ્તાર,દરકોલી દરવાજા, સુપર માર્કેટ બસ સ્ટેશન વિસ્તાર થઈ પરત મહિલા પોલીસ સ્ટેશન આવીને સંપન થઈ હતી.

Share This Article