Wednesday, 04/12/2024
Dark Mode

દાહોદમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 300 કરોડ ઉપરાંતના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ શિલાન્યાસ કાર્યક્ર્મ યોજાયા..

March 10, 2024
        1091
દાહોદમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 300 કરોડ ઉપરાંતના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ શિલાન્યાસ કાર્યક્ર્મ યોજાયા..

દાહોદમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 300 કરોડ ઉપરાંતના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ શિલાન્યાસ કાર્યક્ર્મ યોજાયા..

સિંગવડ તા.૧૦

દાહોદમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 300 કરોડ ઉપરાંતના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ શિલાન્યાસ કાર્યક્ર્મ યોજાયા..

દાહોદ જિલ્લાના એક દિવસિય પ્રવાસ દરમ્યાન સીંગવડ ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલના અદ્યતન બિલ્ડીંગ સહિત વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ અર્થે આવી પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રીએ ખાતમુહુર્ત. અને લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત સીંગવડ – દાસા સ્થિત કોમ્યુનિટિ હોલની બેઠકમાં પણ સહભાગી થયા હતા.          સિંગવડ તાલુકાના દાસા ગામે દાહોદને રૂ. ૩૦૦ કરોડથી પણ વધુના વિકાસકાર્યોની ભેટ મળશે તેમાં દાહોદના લગભગ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોને પણ આવરી લેવામા આવશે. અમૃતકાળમાં ભારતને વિકસિત બનાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી છેવાડાના માનવીને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મોદીની ગેરંટીવાળો રથ દેશ અને રાજ્યના ખૂણે-ખૂણે પહોંચ્યો છે જેનાથી વંચિતો તથા ગરીબોને મળવાપાત્ર લાભ તેઓના ઘર સુધી પહોંચાડ્યો છે.૧૫ માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી દાહોદ શહેરના વિવિધ વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી ૪ કરોડ ૭૧ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે એ સાથે અનેકવિધ એવા અંદાજિત ૩૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જેમા આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક સીંગવડ તાલુકા ખાતે ૨૧ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ નવનિર્મિત એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલની અદ્યતન શાળાનું લોકાર્પણ, મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ ૧૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ૭૪ જેટલાં નવીન પંચાયત ઘરના લોકાર્પણ, સીંગવડ ખાતે આશરે ૩ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ કોમ્યુનિટી હોલ દાસાનું લોકાર્પણ, ૬૦ લાખના ખર્ચે તૈયાર કરાયેલ ૨૦ સામુહિક શૌચાલયનું લોકાર્પણ, ૭ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સામુહિક કંપોસ્ટ પીટનું લોકાર્પણ, ૪૯ લાખના ખર્ચે બનાવવામાં આવેલ ૭૦ પ્લાસ્ટિક સ્ટોરેજ યુનિટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.             

ઉપરાંત દાહોદ શહેરના વિવિધ વિસ્તારમાં તેમજ રિસર ફેસીંગ ઓફ દાહોદ, ધામરડા, બોરડી, ટાંડા, ઉકરડી, જાંબુઆ, આગાવાડા, રાજપુર, ભાટીવાડા, ગરબાડા, ગાંગરડી, લીમડી, સુથારવાસ રોડ, સંજેલી વાયા કરમ્બા રોડ, જસુણી, ગલનાપડ, માંડલી એપ્રોચ રોડ, ભીટોડી, ડભાસા, નાની ઢઢેલી, નાના બોરીદા, વરુણા એમ વિવિધ તાલુકાઓમાં રોડ, શહેરની બલ્ક પાણી પુરવઠા સુધારણા યોજના, ડમ્પિંગ સાઈટમાં લેગાસી વેસ્ટના નિકાલ, મોડલ ફાયર સ્ટેશન જેવી અન્ય વિવિધ વિકાસના અનેક પ્રકલ્પોનું ભુમિપુજન કરી દાહોદ જિલ્લાને રૂ. ૩૦૦ કરોડથી વધારેના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી છે

                વિકાસકાર્યોના લોકાર્પણ માટેના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડીડોર, રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઇ ભરવાડ, સાંસદ સભ્યશ્રી જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા.                  

                 ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા,ફતેપુરા ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા, લીમખેડા ધારાસભ્યશ્રી શૈલેશભાઇ ભાભોર, ગરબાડા ધારાસભ્યશ્રી મહેંદ્રભાઇ ભાભોર, કલેકટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી.પાંડોર, સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, અગ્રણીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં દાહોદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા .

૦૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!