કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડમાં આરોગ્ય વિભાગ દ્વારા જન જાગૃતિ સંદર્ભે ભવાઈનો કાર્યક્રમ યોજાયો.
સીંગવડ તા. ૯
સિંગવડ ખાતે મહાશિવરાત્રી ના દિવસે મેળો ભરાતો હોય તેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વાહક જન્ય રોગો વિષે ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સિંગવડ ખાતે મહાશિવરાત્રીનો મેળો ભરાતો હોય છે અને આ મેળામાં ખૂબ દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવતા હોય છે તેને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ટીલાવત જિલ્લા મલેરિયા અધિકારી ડો. અતીત ડામોર તેમજ સિંગવડ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિયા ના માર્ગદર્શન હેઠળ સિંગવડ ના ગુરુ ગોવિંદ ચોક ખાતે વાહક જન્ય રોગો મલેરિયા ડેન્ગ્યુ જેવા રોગોની અટકાયત તેમજ સાવચેતીના ભાગરૂપે લોકોમાં જનજાગૃતિ આવે એ ઉદ્દેશ્યથી ભવાઈના માધ્યમ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો જેમાં દાસા પી.એસ.સીના મેલ સુપરવાઇઝર m.p.h.w આશા બહેનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો