Tuesday, 03/12/2024
Dark Mode

ફતેપુરા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મિનેષ તાવિયાડે રાજીનામું આપ્યું, 

March 6, 2024
        2213
ફતેપુરા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મિનેષ તાવિયાડે રાજીનામું આપ્યું, 

ફતેપુરા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મિનેષ તાવિયાડે રાજીનામું આપ્યું, 

પાર્ટીમાં અવગણના થતી હોવાના આક્ષેપો..

દાહોદ તા .06

દાહોદ જિલ્લામા કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. ફતેપુરા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નિમેશ તાવીયાડે એકાએક રાજીનામું ધરી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવતીકાલે દાહોદના ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. ત્યારે ઝાલોદ તાલુકાના અડીને આવેલો તાલુકો એવા ફતેપુરા તાલુકામાંથી કોંગ્રેસના પાયાના કાર્યકર એવા મિનેશભાઈ તાવીયાડે એકાએક રાજીનામું ધરી દેતા કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેમ લાગી રહ્યું છે.

એક તરફ દાહોદ જિલ્લા કોંગ્રેસ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને સફળ બનાવવા માટે દિવસ રાત તનતોડ મહેનત કરી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતાઓ ભાજપનો કેસરિયો ધારણ કરવા માટે તલ પાપડ હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા જ દાહોદ શહેર કોંગ્રેસના પ્રમુખ ઈશ્વર પરમારે રાજીનામું આપ્યું હતું ત્યારબાદ રાજીનામાનો દોર યથાવત રહ્યો હતો અને આજે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રાજીનામું ભરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે .ત્યારે હવે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ટાણે કોંગ્રેસના નેતાઓ આ યાત્રાને સફળ બનાવવા માટે એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધીની યાત્રાથી દાહોદ જીલ્લા કોંગ્રેસને કેટલો ફાયદો થશે તે જોવાનુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!