રાજેશ વસાવે :- દાહોદ
ગોધરા ખાતે યોજાયેલ વાડો કપ કરાટે ચેમ્પિયનશીપમાં દાહોદના કરાટે સ્પર્ધકો ઝળક્યાં..
દાહોદના બાળકોએ 3 ગોલ્ડ, 7 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ મેળવી દાહોદનું ગૌરવ વધાર્યું..
દાહોદ તા.૦૫
ગોધરા ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ ટેકનો સ્કૂલ પરિસરમાં વાડો કરાટે ફાઉન્ડેશન ઈન્ડિયા દ્વારા વાડો કપ 2024 ટુર્નામેન્ટ યોજાઇ હતી જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાં માથી કરાટે સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં દાહોદનાં ગોજુર્યું કરાટે નિષ્ણાત રવીન્દ્ર ભગતના માર્ગદર્શનમાં તાલીમ લીધેલ કરાટે સ્પર્ધકો રેવા ત્રિપાઠી ગોલ્ડ મેડલ,ધુવાશ નૈયા ગોલ્ડ મેડલ,અયાન પટેલ ગોલ્ડ મેડલ,પ્રયાગ પટેલ સિલ્વર મેડલ,પુશકર ડામોર સિલ્વર મેડલ, રાજવિર ડામોર સિલ્વર મેડલ,વેદાંત મિશ્રા સિલ્વર મેડલ,યાશી મિશ્રા સિલ્વર મેડલ,માહી હિગંડ સિલ્વર મેડલ,જીયા રંભાપુરવાલા સિલ્વર મેડલ, રામવીર ડામોર બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને કરાટેમાં દાહોદ નું ગૌરવ વધાર્યું છે.