સિંગવડમા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જી.આર.ડી તથા હોમગાર્ડ જવાનોને કામગીરીથી માહિતગાર કરાયા..
સિંગવડ તા.૦૫
દાહોદ જિલ્લામાં આગામી લોકસભા ૨૦૨૪ ની ચૂંટણીને ધ્યાનમાં લઈને દાહોદ જિલ્લા ના જી.આર.ડીના પી.એસ.આઇ તથા હોમગાર્ડ કમાન્ડર દ્વારા લીમખેડા પોલીસ સ્ટેશન પીપલોદ પોલીસ સ્ટેશન તથા રણધીપુર પોલીસ સ્ટેશન તમામ ત્રણ પોલીસ સ્ટેશનના 130 જેટલા હોમગાર્ડ જવાન તથા 60 જેટલા જી.આર.ડી જવાનો ને લીમખેડા હાથી ધરા મંદિરના મેદાનમાં સવારે 8:00 કલાકે આવેલા અધિકારીઓ દ્વારા લોકસભાની ચૂંટણી લક્ષી માહિતી આપવામાં આવી અને ફરજ પર રહીને તટસ્થ નોકરી કરવા જણાવ્યું હતું સાથે સાથે ચૂંટણીમાં ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવતી માહિતીને આધારે કામગીરી કરવા જણાવ્યું હતું