
રાહુલ ગારી :- ગરબાડા
ધાનપુર તાલુકાના ઝાબુ હાટ બજારમાં જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શનમાં ભવાઇનો કાર્યક્રમ યોજાયો..
ધાનપુર તા. ૫
આજ રોજ તા.05-03-24ના રોજ માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત અને જિલ્લા મલેરિયા અધિકારી ડૉ.અતિત .ડામોર સાહેબ ના માર્ગદર્શન હેઠળ ધાનપુર તાલુકાના ધાનપુર તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.બી.પી.રમન અને પ્રા.આ.કે.મેડિકલ ઓફિસર ડૉ.યુ.કે.પરમાર તથા તાલુકા મલેરિયા સુપરવાઈઝર કોદરભાઈ તેમજ લેપ્રસી આને ટી.બી સુપરવાઈઝર ની અધ્યક્ષતા હેઠળ ઝાબુ ખાતે ચાલતા હાટ બજારમાં ભવાઈ મંડળ દ્વારા વાહકજન્ય રોગો મલેરિયા અને ડેન્ગ્યુ તેમજ ટી.બી., લેપ્રસી, સિકલસેલ, જેવા રોગોની અટકાયત અને સાવચેતીના ભાગરૂપે લોકોમાં મલેરિયા-ડેન્ગ્યુ ટી.બી , લેપ્રસી,સિકલસેલ જેવા
રોગોની જાગૃતિ આવે એ ઉદેશ્યથી ભવાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાબુ નો તમામ સ્ટાફ હાજર રહ્યા હતાં..