રાહુલ ગારી :- ગરબાડા
મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચુકવાઇ..
પાટીયાઝોલ ગામે રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં મૃત્યુ પામેલા 6 પરિવારને 24 લાખ રૂપિયાની સહાયના ચેક વિતરણ કરાયું..
ગરબાડા. તા ૫
ગરબાડા તાલુકાના પાટીયા ઝોલ ગામ ખાતે તારીખ 10 ઓક્ટોબર 2023 ના વહેલી સવારે મંજુરી કામે થી પરત ફરતી વેળાએ રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર બાળક સહિત છ લોકોના ઘટના સ્થળજ કમ કમાટી ભર્યા મોત નિપજ્યા હતા.ગરીબ પરીવારો માં એક સાથે 6 વ્યક્તિઓ ના મુત્યુ થતાં પરિવારોઓ ભરણપોષણ માટે ભારે તકલીફમાં મુકાયા હતાં.પરંતુ ગુજરાત સરકારને ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા મુખ્યમંત્રી ફંડમાંથી સહાય મેળવવા ધાર ધાર રજૂઆત કરતા આખરે મુખ્યમંત્રી રાહત ફંડ માંથી મૃતકોના પરિવારને વ્યક્તિ દીઠ 4 લાખ એટલેકે 24 લાખ રૂપિયા ની સહાય મંજૂર કરવામાં આવી હતી. જે સહાય ના ચેક આજે ગરબાડા મામલતદાર કચેરી ખાતે મામલતદાર શીલાબેન નાયક ,ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ,ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર ગરબાડા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ જિલ્લા સભ્ય કમલેશભાઈ માવી , તેમજ ચંદ્રસિંહ ગણવાની ઉપસ્થિતિમાં સહાયના ચેક મૃતકોના પરિવારને અર્પણ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે ગરબાડા તાલુકામાં સૌ પ્રથમ વખત રોડ અકસ્માતમાં મૃતકોના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડ માંથી સહાય મળી છે.