રાજેશ વસાવે :- દાહોદ
નગરાળા MSW કોલેજ ખાતે આદિવાસીઓ અને શિક્ષણ વિષય પર રાજ્યકક્ષાનો સેમિનાર અને વાર્ષિક અધિવેશન યોજાયુ.
દાહોદ તા. ૪
દાહોદ તાલુકાના નગરાળા ગામેં આવેલ શ્રી ગોપાલભાઈ પી.ધાનકા એમ.એસ.ડબલ્યુ. કોલેજમાં આજરોજ અખિલ ગુજરાત કોલેજ અને યુનિવર્સિટી અઘ્યાપક મંડળ દ્વારા ” આદિવાસીઓ અને શિક્ષણ ” વિષય પર રાજય કક્ષાનો સેમિનાર અને વાર્ષિક અધિવેશન યોજાયું હતુ. જેમાં ગુજરાતની જુદી જુદી કોલેજો અને યુનિવર્સિટીઓમાં ફરજ બજાવતા અધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. એડવોકેટ શ્રી વનરાજભાઈ પારગીએ અધ્યક્ષ સ્થાન શોભાવ્યું હતું. મુખ્ય મહેમાન પદે ગુર્જર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગોપાલભાઈ ધાનકા ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે પ્રો. મણિલાલ ગરાસીયા રાજસ્થાન, શ્રી અનિલભાઈ ડામોર મધ્યપ્રદેશ, બેન્ક ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી શ્રી અશ્વિનભાઈ પટેલ, નિવૃત્ત શિક્ષક શ્રી શકજી ગુરુજી, પુર્વ માધ્યમિક શિક્ષણ અધિકારીશ્રી સુરેશભાઈ મેડા સાહેબશ્રી ઉપસ્થિત રહ્યા હતા.તમામ મહાનુભાવોનું આદિવાસી અધ્યાપક મંડળના પ્રમુખ શ્રી જે.સી. પટેલ સાહેબ દ્વારા આવેલ તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતુ. અધ્યાપક મંડળના મંત્રી શ્રી પ્રો. વિનુભાઈ ચૌધરીએ સેમિનારના ઉદેશોને રજૂ કર્યા હતા.
મંચસ્થ મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધનમાં સેમિનારની સફળતા માટે શુભ કામનાઓ પાઠવી હતી. એડવોકેટ શ્રી વનરાજભાઈ પારગીએ સંશોધનકારો અને લેખકોને વધુને વધુ શોધ પત્રો અને પુસ્તકો લખવા માટે પ્રેરણા આપતા જણાવ્યું હતુ કે તેઓ પુસ્તકો પ્રકાશિત કરવા માટે લેખકોને અડધો ખર્ચો આપશે. તાજેતરમાં પુસ્તક લખનાર લેખકો, તાજેતરમાં પી.એચ.ડી. ની ડીગ્રી મેળવનાર, યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવનાર, અધ્યાપક સહાયક તરીકે નિયુક્ત થનાર, પ્રોમોશન મેળવનાર,યુનિવર્સિટી કક્ષાએ PHD ની ગાઈડ શિપ મેળવનાર પ્રોફેસરોન, સંગીત, સાહિત્ય, કલા, રમત ગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનારનું કુલ 15 જેટલા આદિવાસી અઘ્યાપકો અને વિધાર્થિનીનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ સત્રની પૂર્ણાહુતિ શ્રીકૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજના આચાર્યશ્રી ડૉ. પારુલ સિંહ બહેનશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યાર બાદ
બીજા સત્રનું અધ્યક્ષ સ્થાન ડૉ. ઈશ્વરભાઇ ગામીતે શોભાવ્યું હતુ.
આદિવાસીઓમાં શિક્ષણનું પ્રમાણ, આદિવાસી ભાષા અને શિક્ષણ, આદિવાસી મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ, નવી શિક્ષણ નીતિ જેવા વિષયો પર શોધ પત્રો રજૂ થયા હતા. આ કાર્યક્રમ નું તમામ સંચાલન ડો.વિપુલભાઈ કટારાએ કર્યું હતું. આ સેમીનાર ના સંયોજક તરીકે MSW કોલેજના આચાર્યશ્રી ડૉ.રાજુભાઇ ભુરિયા સાહેબશ્રી એ જવાબદારી નિભાવી હતી.