
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીમાં પિતરાઈ ભાઇના ત્રાસથી વિધવા મહિલાની વ્હારે આવેલી અભયમે સુખદ નિકાલ કરાવ્યો..
સંજેલી તા.૦૪
સંજેલી તાલુકાની એક પીડિત મહિલાએ 181 પર ફોન કરીને જણાવેલ કે તેઓને કાકાના દીકરા દ્વારા અવાર – નવાર અપશબ્દ બોલી હેરાનગતિ કરાતી હોવાની ફરીયાદ કરતા 181 અભયમ ટીમ લીમખેડા તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયેલ અને વાતચીત કરી અસરકારક કાઉસેલિંગ દરમિયાન જણાવેલ કે તેઓ પીડિત મહિલા હાલ એક વર્ષથી વિધવા હોય જેથી તેઓ હાલ પોતાની એક દીકરી જોડે પિયરમાં રહે છે.પિયરમાં પણ ભાઈ ન હોવાના કારણે પોતાની વિધવા માતા અને અપરણિત બહેન જોડે એકલા ઘરે રહે છે કોઈનો સહારો ન હોવા છતાં કાકાના દીકરા દ્વારા અવાર નવાર શારીરિક માનસિક હેરાનગતિ કરી મારવાની ધમકીઓ આપવામાં આવે છે તેમ જણાવતાં 181 ટીમ દ્વારા તેમના કાકાના દીકરાને સમજાવેલ કે આવી રીતે અપશબ્દ બોલી ધમકીઓ આપવી એ ગુનો બને છે અને તેઓ ત્રણેય માં દીકરીઓ એકલી રહે છે તો તમારે સહારો અપાય આવી રીતે ન કરવું તેમ જણાવતાં તે કાકાના દીકરાએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગેલ અને અજપછી કોઈ દિવસ આવી ભૂલ ન થાય એવી બહેદરી લેખીતમાં આપતા પીડિત મહિલા પણ તેમના કાકાના દીકરા જોડે પોતાની મરજીથી સમાધાન કરવા માગતા હોય જેથી અસરકારક કાઉસેલિંગલિંગ દરમિયાન બંને પક્ષોનું સુખદ સમાધાન કરાવેલ છે.