Friday, 29/03/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના વાંદરીયા પુર્વ ગામે પ્રાથમીક શાળામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે તસ્કરોને મુદ્દામાલ સાથે ઝડપી જેલ ભેગા કર્યા…

October 19, 2021
        575
ફતેપુરા તાલુકાના વાંદરીયા પુર્વ ગામે પ્રાથમીક શાળામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે તસ્કરોને મુદ્દામાલ સાથે ઝડપી જેલ ભેગા કર્યા…

જીગ્નેશ બારીયા દાહોદ 

ફતેપુરા તાલુકાના વાંદરીયા પુર્વ ગામે પ્રાથમીક શાળામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે તસ્કરોને મુદ્દામાલ સાથે ઝડપી જેલ ભેગા કર્યા…

દાહોદ તા.૧૯

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંદરીયા પુર્વ ગામની એક પ્રાથમીક શાળામાં અજાણ્યા તસ્કરોએ હાથફેરો કરી સીપીયુ, મોનીટર, એલ.ઈ.ડી. વિગેરે કોમ્પ્યુટર સંશાધનોની ચોરી કરી કુલ રૂા.૨૦,૫૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી ગયાં હતાં. આ મામલે ફતેપુરા પોલીસે ગુન્હાનો ભેગ ઉકેલવા તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરતાં આ ચોરીમાં સામેલ એક બાળ કિશોર સહિત ૦૬ જણાને ફતેપુરા પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાંનું જાણવા મળે છે.

ફતેપુરા તાલુકાના વાંદરીયા ગામેથી તસ્કરોએ રૂા.૨૦,૫૦૦ની કોમ્પ્યુટર સંશાધનોની ચોરી કરી નાસી ગયાં હતાં. આ મામલે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી જેને પગલે ફતેપુરા પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરતાં મળેલ બાતમીના આધારે આ ચોરીને અંજામ આપનાર બાળ કિશોર સહિત ૦૬ જણાને પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતાં જેમાં સંજય ઉર્ફે સુભાષ બાબુ કટારા (રહે. વાંદરીયા), દિલીપભાઈ ગૌતમભાઈ કટારા (વાંદરીયા), જયેશભાઈ મોહનભાઈ પારગી (રહે. નાની ચરોલી), મહેશભાઈ રામજીભાઈ મછાર (રહે. ગાંગડતળાઈ) અને સુક્રમભાઈ રમસુભાઈ ગરાસીયા (રહે. બોરકુંડા)ને પોલીસે ઝડપી પાડ્યાં હતાં.

—————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!