ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં મદ્રસાએ હનફિયામાં વાર્ષિક પરીક્ષા યોજાઈ ..
સંતરમપુર તા.૦૩
સંતરામપુરમાં મદ્રાસા એ હનફિયામાં દિની તાલીમ લેતા 341 બાળકોની વાર્ષિક પરીક્ષા લેવામાં આવેલી હતી આ પરીક્ષા બહારથી આવેલા દાવતે ઈસ્લામીના ઓલમાં દ્વારા પરીક્ષા લેવામાં આવેલી હતી આ પરીક્ષા નું આયોજન મદ્રાસ અને કમિટીના પ્રમુખ અને સભ્યો દ્વારા કરવામાં આવેલી હતી જેમાં આ પરીક્ષામાં અલગ અલગ છ વિભાગ કરીને પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું.
છ વિભાગમાંથી પહેલો બીજો અને ત્રીજો પ્રથમ સ્થાન મેળવને બાળકોને સર્ટિફિકેટ અને પુરસ્કાર આપવામાં આવેલું હતું જુમ્મા મસ્જિદના પેશ ઇમામ અને મદ્રેસા એ હનફિયામાં દિનની તાલીમ આપતા ફહીમ રજા સફિક હાફિઝ સરફરાજ હાફિઝ મદ્રાસમા ફરજ બજાવતા તમામ હાફિઝ બાળકોને દિનની તાલીમ આપીને તૈયાર કરવામાં આવેલા હતા
બાળકોને વર્ષ દરમિયાનમાં ઇસ્લામ ધર્મની તમામ દિન બાબતની તાલીમ આપીને તૈયાર કરવામાં આવે છે
મદ્રાસા એ હનફિયામાં પ્રમુખ હાજી અશફાકભાઈ ભૂરા સભ્ય ઈશાકભાઈ મુલ્લા સબીરભાઈ ટોલ અશફાકભાઈ ખેડાપા વાલા આરીફ ભાઈ ગટલી ઈશાક પટેલ સબીર ભાઈ ગાજી આરીફ ભાઈ માસ્ટર મદની કોઠારી સલીમ ભુરા તમામ કમિટીના સભ્યો ભેગા મળીને વાર્ષિક પરીક્ષાનું આયોજન કરેલું હતું અને 341 બાળકોને તમામને પરીક્ષા પૂરી કર્યા પછી ઇનામનું પણ વિતરણ કરવામાં આવેલું હતું. આ પરીક્ષામાં બાળકોના વાલીઓ પણ હાજર રહ્યા હતા મદ્રાસમાં તાલીમ આપનાર મૌલાના ફહીમ રજા અને હાફિઝ તમામ હોય બાળકોને તૈયાર કરવા માટે ખૂબ ખૂબ મહેનત કરી હતી અને બાળકોને દિન તાલીમનું નોલેજ આપવામાં આવેલું હતું શાંતિપૂર્વક માહોલમાં વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયેલી હતી.