મહેન્દ્ર ચારેલ :- સંજેલી
વરસાદી વિઘ્નમાં વીજળી ડૂલ થતા અંધારામાં દિપડો ત્રાટક્યો, અગાઉ ત્રણ વખત પાંજરૂ મુકાયો હતો.
સંજેલી તાલુકાના ડુંગરામાં દીપડાએ પાંચ બકરાનું મારણ કરતા ગ્રામજનો ભયભીત .
વનવિભાગે દીપડાને ઝડપી પાડયા પાંજરા ગોઠવ્યા.
ડુંગરા,કાકરેલી,ભામણ જેવા વિસ્તારોમાં દીપડાના આટાફેરા..
દીપડાએ સંજેલી પંથકમાં 30 જેટલા મૂંગા પશુઓનો શિકાર કર્યો..
દાહોદ તા.૦૩
દાહોદ જીલ્લાના સંજેલીમાં વન્ય પ્રાણી દિપડાનો આતંક જોવા મળી રહ્યું છે.પરમ દિવસે પીછોડામાં દીપડાએ દેખા દીધા બાદ ગઈકાલે ડુંગરા ગામમાં એક ખેડૂતના ઢાલિયામાં બાંધેલા મુંગા પશુઓને શિકાર બનાવતા ગ્રામજનોમાં ભયની સાથે ફાફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.રાત્રીના સમયે વરસાદી માહોલમાં વીજળી ડુંલ થતા કાળ બનીને આવેલાં દીપડાએ પાંચ જેટલાં બકરાઓને ફાડી ખાધા હતાં.
સંજેલી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં વન્યપ્રાણી દીપડાનો આતંક વધી રહ્યો છે.ત્યારે ગતરોજ વહેલી સવારના 4:00 વાગ્યાના આસપાસ ડુંગરા ગામે રહેતા સોમલીબેન ચોપાળભાઈ ભાભોરના ઘરની બાજુમાં થાંભલીવાળા ફળિયામાં (મંદિર ફળિયુ) વન્યપ્રાણી દીપડા દ્વારા બાંધી રાખેલા પાંચ જેટલા બકરાઓ પર હુમલો કર્યો હતો.અને બકરાનું મારણ કર્યું હતું.વહેલી સવારે બકરાઓ મૃત હાલતમાં જોવા મળતા સ્થળ પર ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. અને આ બકરાઓનું મારણ વન્યપ્રાણી દિપડાએ કર્યું હોવાનું જાણવા મળતા આ મામલે ગ્રામજનો દ્વારા સ્થાનિક વન વિભાગના કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. અને દીપડાને પાંજરે પુરવા માટે વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.ત્યારે વહેલી સવારે તેમજ સમી સાંજ બાદ કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે વન વિભાગના કર્મચારીઓ દ્વારા ગ્રામજનોને અપીલ કરી હતી.
ડુંગરામાં અગાઉ ત્રણ વખત પાંજરૂ મૂકવામાં આવ્યુ હતુ.
સંજેલી પંથકના ડુંગરા તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી વન્ય પ્રાણી દીપડાએ દેખા દેતા આસપાસના લોકોએ વન વિભાગને જાણ કરી દીપડાને જબ્બે કરવા માટે પાંજરો મુકવાની માંગણી કરી હતી. વન વિભાગ એ તબક્કાવાર ત્રણ વખત ગામની સીમમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં ત્રણ વખત મારણ સાથે પાંજરા મૂક્યા હતા પરંતુ દિપડો પાંજરે ન પૂરાતા નિરાશા સાંપડી હતી.
સંજેલી તાલુકાનાં ડુંગરા, ભામણ સહિતના ગામોમાં દીપડાના ધામા.
દિલ્હી તાલુકાના ડુંગરા,ભામણ પિછોડા, તેમજ કાકરેલી ગામના વિસ્તારોમાં કલ વિસ્તાર પથરાયેલો હોવાથી આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી અને પ્રાણી દીપડાએ ધામાં નાખ્યા છે.આ વિસ્તારોમાં દીપડાની હયાતીથી સ્થાનિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. બે દીવસ અગાઉં પણ પીછોડામાં દિપડો લટાર મારતાં જૉવા મળ્યો હતો.
દિપડાએ સંજેલી પંથકમા 30 જેટલાં મુંગા પશુઓનો મારણ કર્યુ.
સંજેલીના વિસ્તારોમા પીછોડા, ભામણ, ડુંગરા ગામોના વિસ્તારોમા અગાઉ પણ પ્રાણી દીપડાના હુમલાના બનાવો સામે આવ્યા છે. દીપડાએ પ્રોતવિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 30 જેટલા મૂંગા પશુઓનો શિકાર કરી મારણ કર્યું હોવાનું સામે આવ્યુ છે.