ધાનપુર તાલુકાના ગાંગરડી ફળિયા ખાતે લીમખેડા ASP બિશાખા જૈનના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ..
રાત્રે સભામાં ધાનપુર પી.એસ.આઇ એન.એમ પરમાર ઉપસ્થિત રહ્યા
ધાનપુર તા. ૨
દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના ગાંગરડી ફળિયા ખાતે લીમખેડા ASP બીશાખા જૈનની અદયક્ષતામાં રાત્રી સભા યોજાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોની સમસ્યાઓનુ નિરાકરણ કરવા અધિકારીઓને ગ્રામ્ય કક્ષાએ રાત્રીસભા યોજવાની સુચના આપવામા આવેલ છે, જેના ભાગરુપે લીમખેડા ડીવીઝન ASP ની અઘ્યક્ષતામાં અંતેલા ગ્રામ પંચાયત ખાતે રાત્રી સભાનુ આયોજન કરવામાં આવેલ હતુ
દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના ગાંગરડી ફળિયા ખાતે લીમખેડા ASP બીશાખા જૈનની અદયક્ષતામાં રાત્રી સભા યોજાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોની સમસ્યાઓનુ નિરાકરણ કરવા અધિકારીઓને ગ્રામ્ય કક્ષાએ રાત્રીસભા યોજવાની સુચના આપવામા આવેલ છે, જેના ભાગરુપે લીમખેડા ડીવીઝન ASP ની અઘ્યક્ષતામાં ગાંગરડી ફળિયા ખાતે રાત્રી સભાનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમા ASP બિશાખા જૈન દ્વારા મહિલાઓને લગતા ગુન્હાઓ અંગેનો કાયદો પોકસો એક્ટ વિશે માહિત આપી હતી, સાથે ગ્રામ વિસ્તારના ભોળા લોકો સાથે આજકાલ સાયબર ફ્રોડ થઈ રહ્યુ જે અંગે સાયબર ક્રાઇમ અંગેની ફરિયાદ કેવી રીતે કરવી અને તેની વિસ્તારથી માહિતી આપી હતી, સાથે ટ્રાફિક અવરનેસ વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.