દાહોદના ઈન્દુબેન ચંદ્રકસિંહ ડામોર ઘરેથી નિકળ્યા બાદ પરત ન ફર્યા
ઈન્દુબેન વિશે જાણ થાય તો દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો
દાહોદ તા. ૨
દાહોદના મુવાલિયાના મોટા લૂણધા ફળીયું ખાતે રહેતા ઈન્દુબેન ચંદ્રકસિંહ ડામોર ગુમ થયા છે. તેઓ ગત તા. ૧૪ ફેબ્રુઆરીના રોજ બપોર પછી દાહોદ ખાતે સોનીની દુકાને પૈસા આપવા જવા માટે ઘરેથી નિકળ્યા બાદ ઘરે પરત ફર્યા નથી. તેઓની ૨૭ વર્ષની ઉંમર છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉં વર્ણા, લંબગોળ મોઢું, ઉંચાઇ પ ફૂટ ૨ ઇંચ, આંખો કાળી, માથાના વાળ કાળા તેમજ લીલા રંગનો બ્લાઉઝ તેમજ લીલા રંગની અંદર લાલ ટપકાવાળી સાડી પહેરેલી છે. તેમજ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. ઈન્દુબેન વિશે માહિતી મળે તો તાત્કાલિક દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનનાં ફોન નં. ૦૨૬૭૩-૨૪૪૯૦૦, ઉપર જાણ કરવી તેમ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનની એક અખબાર યાદીમાં જણાવ્યું છે.