સંજેલીના પીછોડા ગામે રાત્રી દરમિયાન રહેણાંક વિસ્તારમા દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયભીત..,
પાંજરું મુકવા ગ્રામજનોએ વનવિભાગને રજૂઆત કરી.
દાહોદ તા.02
સંજેલી તાલુકાના પીછોડા ગામના બચકરીયા તળાવ વડલી રોડ પર રાત્રી દરમિયાન દીપડો લટારો જોવા મળતા સ્થાનિકે મોબાઈલમા વિડીયો કેદ કરી સોશિયલ મિડીયામા વાયરલ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગ્રામ વિસ્તારમા હાલ લગ્નની સીઝન ચાલી રહી છે, લોકો રાત્રી દરમ્યાન લગ્ન પ્રસંગમા જતા હોય છે તેવામાં પીંછોડા ગામના બચકરીયા રોડની સંજેલી તાલુકાના પીછોડા ગામના બચકરીયા તળાવ વડલી રોડ પર રાત્રી દરમિયાન દીપડો લટાર મારતો જોવા મળતા સ્થાનિકે મોબાઈલમા વિડીયો કેદ કરી સોશિયલ મિડીયામા વાયરલ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગ્રામ વિસ્તારમા હાલ લગ્નની સીઝન ચાલી રહી છે, લોકો રાત્રી દરમ્યાન લગ્ન પ્રસંગ મા જતા હોય છે તેવામાં પીંછોડા ગામના બચકરીયા રોડની સાઈડમાં દિપડો લટાર મારતો જોવા મળતા લગ્નમાં અવરજવર કરતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. જોકે પીછોડા વિસ્તારમા થોડા મહિના અગાઉ આ જગ્યા ઉપર ઘરના ઢાળિયામાં બાંધેલા એક બકરાનું દીપડાએ મારણ કર્યુ હતુ, સંજેલી તાલુકો જંગલ અને ડુંગરાળ વિસ્તાર વિસ્તાર ધરાવતો તાલુકો છે. ગ્રામજનો ગાય,ભેંસ,બકરી બળદ, સહિતના પશુઓને ઘરની સાઈડમા બનાવેલા ઢાળિયામાં બાંધવામા આવે આવે છે, ત્યારે આજુબાજુ ડુંગરાળ વિસ્તાર હોવાથી દીપડાનો આંતક જોવા મળી રહ્યો છે. સંજેલીના પીછોડા ગામમા રાત્રિના સમયે ખોરાકની શોધમાં દિપડો લટાર મારતો જોવા મત્કતા અવરજવર કરતા લોકોમાં ભય સતાવી રહીયો છે. સ્થાનિક લોકોએ પાંજરું મૂકી દીપડાને પકડી પાડવા વનવિભાગને રજૂઆત કરવામાં આવી છે, ત્યારે વનવિભાગ દ્વારા વહેલી તકે પાંજરું મુકી આ દીપડાને પકડવામાં આવે તેવી લોક માંગો ઉઠવા પામી છે.