Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામે બોગસ તબીબ એસ.ઓ.જી પોલીસે ઝડપાયો..

March 1, 2024
        420
સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામે બોગસ તબીબ એસ.ઓ.જી પોલીસે ઝડપાયો..

ઈલિયાશ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામે બોગસ તબીબ એસ.ઓ.જી પોલીસે ઝડપાયો..

સંતરામપુર તા. ૧

મહીસાગર જિલ્લામાં બની બેઠેલ ઝોલાછાપ બોગસ તબીબોનું સામ્રાજય જોવાં મળે છે.આંતરિયાળ ગામડાઓમાં આદિવાસી વિસ્તારોમાં ઝોલાછાપ બોગસ વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે તબીબી વ્યવસાય કરીને બિચારી ગરીબ ભોળી પ્રજાને છેતરી તેમના આરોગય સાથે ચેડાં કરતાં જોવા મળે છે.ગોધરા. રેન્જ આઈજીપી ને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક ને મળેલ બાતમીના આધારે એસ.ઓ.જી મહીસાગર ને બોગસ તબીબો સંબંધી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવતાં મહીસાગર જિલ્લા ની એસ્ઓ્જ્ પોલીસ ને મળેલ બાતમીના આધારે એસ્ઓ્જી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી્ડી્ખાટ ને તેમની ટીમ નાં સ્ટાફ કિતિપાલસિહજી.દેવેનદૂસિહજી.પંકજભાઈ.અક્ષયભાઈ.નરેશભાઈ.વિજયભાઈનેસાથે રાખીને નાની ભુગેડી ગામે મુળપચિમ બંગાળ નો પ્રદિપ સુબતકુમાર નલીનકાનતી બિસવાસ જે વગર તબીબી સર્ટીફીકેટ થી તબીબી પ્રેક્ટિસ કરતા પોલીસ ના હાથે ઝડપાઇ જવા પામ્યો છે.

એસ.ઓ.જી પોલીસે આ બનાવમાં વિવિધ પ્રકારની દવાઓ નો જથ્થો પણ આ બોગસ તબીબ પાસેથી ઝડપી પાડીને તેની સામે કાયદેસરની કાર્યવાહીહાથ ધરેલ છે.ને આ બોગસ તબીબ ની સામે કાયદેસરનો ગુનો સંતરામપુર પોલીસ મથકે નોંધી ને આરોપી બોગસ તબીબ ની અટક કરેલ છે.

મહીસાગર જિલ્લા નું આરોગય વિભાગ આ નાનીભુગેડી માં ઝડપાયેલ બોગસ તબીબ ની ધટના માં ઉધતુ ઝડપાયેલ જોવાં મળે છે.મહીસાગરજીલલામા જેતે વિસ્તારમાં સી.એચ.સી.પી.એચ઼સી હોયછે અને આરોગય નો સ્ટાફ પણ છે ને આ સ્ટાફ ગામડાઓમાં પણ જાય છે તેમ છતાં પણ આવાં ઝોલાછાપ બોગસ તબીબ ની જાણ તેઓને કેમ થતી નથી તે પણ એક તપાસ માંગી લે તેમ છે???

જીલ્લામાં આરોગય વિભાગ દ્વારા સમયાંતરે ગામડાઓમાં આ સંદર્ભ માં ચકાસણી કરાવે તે જરૂરી હોઈ ને બોગસ તબીબી પ્રેક્ટિસ કરતા આવાં ઝોલાછાપ ડોક્ટર ને અટકાવવા ની ને તેમને શેધી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ની જીલ્લા અઃરોગય વિભાગ ની જવાબદારી ને ફરજ હોવા છતાં મહીસાગર જિલ્લા નું આરોગય વિભાગ દ્વારા કેમ કોઈ કાયૅવાહી કરાતી નથી તે એક ચચૉનો વિષય બનેલ છે.ત્યારે મહીસાગર જિલ્લા નું આરોગય વિભાગ તેની નિંદર ત્યજી ને બોગસ તબીબો નો ધીકતો બોગસ ધંધો બંધ કરાવવામાં સક્રિયતા દાખવશે ખરું???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!