સિંગવડમાં સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓને ઓછું અનાજ આપતા હોવાની બૂમો…
સીંગવડ તા. ૧
સિંગવડ તાલુકામાં પંડિત દિન દયાલ સસ્તા અનાજની દુકાનોમાં દુકાનદારો દ્વારા રેશનકાર્ડ ધારકોને અનાજ ઓછું આપતા હોવાની બૂમો ઊઠવા પામી છે.
સિંગવડ તાલુકામાં પંડિત દિન દયાલ સસ્તા અનાજની દુકાનોમાં દુકાનદારો દ્વારા રેશનકાર્ડ ધારકોને ઘઉં ચોખા બાજરી ઓછું આપતા હોય તેવી લોકોમાં બૂમો ઊઠવા પામી છે જ્યારે કેન્દ્ર ની ભાજપ સરકાર દ્વારા ઘઉં ચોખા બાજરી મફત આપવામાં આવતું હોવા છતાં સરકારી દુકાનદારો દ્વારા રેશનકાર્ડ ધારકોને મફત ઘઉં ચોખા બાજરી માંથી પણ રેશનકાર્ડ ધારકોને અનાજ ઓછું આપવામાં આવતું હોય છે જ્યારે સસ્તા અનાજના દુકાનદારો દ્વારા સરકારી તંત્રથી ડર્યા વગર રેશનકાર્ડ ધારકોને તેમના ભાગનું નીકળતું અનાજ પૂરું નહીં આપીને તેમને ઓછું આપીને જે કેન્દ્રની ભાજપની સરકાર મફત અનાજ આપે છે તેમા પણ સરકારી દુકાન ના વેપારીઓ ભાગ પાડતા હોય છે જ્યારે સસ્તા અનાજ ઓછું આપ્યા પછી પણ ગ્રાહકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે તો પણ સરકારી તંત્રનું પેટનું પાણી હલતું નથી જ્યારે સરકારી તંત્ર તથા સસ્તા અનાજના દુકાનદારોની મિલી ભગતના લીધે તેનો ભોગ રેશનકાર્ડ ધારકો બનતા હોય છે અને તેમને મફત મળતું અનાજ તથા રૂપિયાથી મળતું મીઠું મોરસ દાળ ચણા પણ ઓછું આપવામાં આવતું હોય છે જ્યારે રેશનકાર્ડ ધારક તે ઓછું અનાજ લેવા મજબૂર થવું પડતું હોય છે જ્યારે રેશનકાર્ડ ધારકોને તેમને કેટલું અનાજ મળે છે તેની કુપન પણ આપવામાં આવતી નથી જેના લીધે રેશનકાર્ડ ધારકને તેનું અનાજ કેટલું હોય અને કેટલું મળવું જોઈએ તેની ખબર પડતી નથી સુ સસ્તા અનાજની દુકાનદારો પર સરકારી તંત્ર ના અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરીને રેશનકાર્ડ ધારકોને પૂરતું અનાજ અપાશે ખરી તે રેશનકાર્ડ ધારકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.