જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પાંચવાડા આશ્રમશાળા ખાતે સ્કૂલ શાળા આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર કાર્યક્રમ યોજાયો
દાહોદ તા. ૨૮
દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. તિલાવટ સર ના માર્ગદર્શન હેઠળ, પાંચવાડા આશ્રમ શાળા ખાતે school health and wellness ambassador ની આરોગ્ય શાખા ના સંકલન સાથે ત્રણ દિવસીય તાલીમ નું આયોજન કરવામાં આવ્યું.આ તાલીમ માં માનનીય તાલુકા આરોગ્ય અધિકારી, ડો ડાભી , શિક્ષણ ખાતા નાં MT સર તેમજ પી એચ સી ના મેડિકલ ઓફિસર, RBSK- adolescent ટીમ, CHO અને MPHW ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સિકલ સેલ , એનીમિયા, એનીમિયા મુક્ત ભારત અંતર્ગત ટેબલેટ અને ટીચર્સ નો રોલ, HIV, કુપોષણ, વગેરે વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી,તમામ શિક્ષક નું હાઇપરટેન્શન અને ડાયાબિટીસ મટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું. સિકલ સેલ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું.