
સિંગવડ રોહિત સમાજ દ્વારા સંત શિરોમણી રોહિત દાસજી ની 647 મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ…
સીંગવડ તા. ૨૪
આજ રોજ તારીખ 24/02/2024 ને શનિવાર ના રોજ સીંગવડ રોહિત સમાજ દ્વારા સંત શિરોમણી રોહિતદાસજી ની 647 મી જન્મ જયંતી ની ઉજવણી કરવા માં આવી, ગુરુ જન્મોત્સવ ની ઉજવણી કરતા રોહિત સમાજ ના આંગણે માં ચામુંડા માતાના મંદિર ખાતે રોહિત સમાજ સાથે બાકીના સમાજના લોકો પણ હાજર રહી આરતી પૂજા કરવામાં આવી ત્યાર બાદ શોભાયાત્રા આયોજન મુજબ સીંગવડ માં ભક્તિ ભાવ થી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા ચામુંડા મંદિર થી નીકળી રાધાકૃષ્ણ મંદિર પર આવી પહોંચતા ભગવાન રોહિતદાસજી ની પ્રતિમાને ફુલ માલા પહેરાવવામાં આવી હતી ત્યાંથી પછી નીચવાસ માં થઈને મા ભમરેચી મંદિર પહોંચી હતી ત્યાર પછી ચુંદડી રોડ થઈને પાછી ચામુંડા માતાના મંદિરે પહોંચી હતી કાર્યક્રમ નું સમાપન ભોજન ભંડારા સાથે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ નું આયોજન કરનાર રોહિત સમાજ સીંગવડ ના અગ્રણી અને તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ ચૌહાણ, રોહિત સમાજ સીંગવડ યુવક મંડળ, ગામ ના અગ્રણી સરપંચ પૂર્વ સરપંચ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના સીંગવડ સંઘ ચાલકજી કાંતિભાઈ સેલોત, સામાજિક સમરસ્તા મંચ ના કાર્યકર્તા ઓ અને તમામ સમાજ ના લોકો કાર્યક્રમ ના સહભાગી બન્યા હતા.