રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં ફ્રેન્કી સ્ટેશન નામક ખાણી પીણીની ગાડીમાં લાગી આગ, ફાયર વિભાગે આગ ઓલવી..
આગના બનાવમા ગાડી તેમજ નજીકમાં ઉભેલી ઈંડાની લારી પણ સપડાઈ..
દાહોદ તા.૨૩
દાહોદ શહેરના કોલેજ રોડ પર તત્કાલ હનુમાન મંદિર નજીક વળાંક પર એક ખાણી- પીણીની ગાડીમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા થોડીક જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગની લપટોમાં ગાડી બળી ગયાનું જાણવા મળેલ છે.
દાહોદ શહેરના કોલેજ રોડ આઈ.ટી.આઈ નજીક ફ્રેન્કી સ્ટેશન નામક ખાણીપીણીની લારીમાં બપોરના સમયે ઓચિંતી આગ ફાટી નીકળતા ગાડી પર નાસ્તો કરવા આવેલાં ગ્રાહકો તેમજ લારી સંચાલક સમય સૂચકતા વાપરી લારીથી દૂર જતા રહ્યા હતા. આ દરમિયાન ફ્રેન્કી સ્ટેશનવાળી આ ગાડી જોતજોતામાં આગની લપટોમાં ઘેરાઈ જતા આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. જેનાં પગલે સ્થળ પર લોકોના ટોળા ભેગા થયાં હતાં. આ દરમિયાન ઘટના અંગેની જાણ દાહોદ ફાયર બ્રિગેડ ને થતા ફાયર બ્રિગેડનો મીની ફાઈટર ધટના સ્થળે પહોંચ્યો હતો.અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઓલવી દીધી હતી. જોકે હાલ ત્યાં સુધીમાં તો ફ્રેન્કી સ્ટેશન નામક ગાડી અગન જ્વાળાઓમાં ભસ્મિભૂત થઈ જવા પામી હતી. જેનાં પગલે ગાડીમાં પડેલો માલ સમાન બળીને ખાખ થઈ જતા ગાડી સંચાલકને વ્યાપક નુકસાન પહોંચ્યા પામ્યું હતું.જોકે ગાડીમાં ક્યાં કારણોસર આગ લાગી હતી તે સામે આવ્યુ નથી પરંતું આ આગના બનાવમાં બાજુમા આવેલી ઈંડાની લારી તેમજ લીલા વૃક્ષ પણ સામાંન્યરીતે બળી જતા ક્ષતિગ્રસ્ત થયાં હોવાનું સામે આવ્યું છે.