ત્રણ તસ્કરોએ માલ સામાન વેર વિખેર કર્યો, ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
દાહોદમાં મધરાત્રે તસ્કરોનો આતંક, બે દુકાનોના તાળા તૂટ્યા.
તસ્કરોએ સીસીટીવી તેમજ DVR સાથે કરી છેડછાડ,વેપારીઓએ પોલીસને જાણ કરી.
દાહોદ તા.20
દાહોદ શહેરમાં ગતરોજ મધરાત્રે ચોરીના મક્કમ ઇરાદા સાથે ત્રાટકેલા ત્રણ જેટલા તસ્કરોએ સ્ટેશન રોડ પર આવેલી બે કાપડની દુકાનના ધાબા પર લાગેલા લોખંડના દરવાજાને વાળી બન્ને દુકાનોમાં પ્રવેશ કરી દુકાન નો માલ સામાન વેર વિખેર કરી દુકાનના ગલ્લામાં રાખેલા સિલક રોકડ રકમ, રેડીમેડ કાપડ સહિતના મુદ્દામાલ પર હાથફેરો કરી રાત્રિના અંધારામાં પલાયન થઈ ગયા હતા. જોકે ચોરી કરવા આવેલા તસ્કરોની નજર દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં થતા તસ્કરોએ સીસીટીવી કેમેરાથી બચવા દુકાનની સીડી પાસે લાગેલા સીટીવી કેમેરા તેમજ ડીવીઆર સાથે છેડછાડનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરો દુકાનમાં લાગેલા અન્ય સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના સ્ટેશન રોડ પર આવેલ G3 મોલની ગલીમાં આવેલી સંજય ગારમેન્ટ તેમજ લેડી હબ નામક કાપડની દૂકાનમાં મધરાતે દોઢ વાગ્યાના સુમારે ચોરીના ઈરાદા સાથે આવેલા ત્રણ જેટલા તસ્કરોએ દુકાનની અગાસી પર ચઢી લાગેલાં દરવાજો તોડી સંજય ગારમેન્ટ નામક દુકાનમાં પ્રવેશ્યા હતા. જ્યાં દુકાનમાં પ્રવેશતાની સાથે તસ્કરોની નજર સીડી પાસે લાગેલા સીસીટીવી કેમેરા પર પડી હતી. જે બાદ તસ્કરો સીસીટીવી કેમેરા થી બચવા સીસીટીવી કેમેરાના વાયરો ખેચી લીધા હતા. ત્યારબાદ ડીવીઆર નો બટન બંધ કરતા તસ્કરોનો DVR નો બટન બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડીવીઆર ચાલુ રહી જતા સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જોકે આ દરમિયાન ત્રણેય તસ્કરોએ દુકાનમાં મુકેલ જીન્સના પેન્ટ, શર્ટ સહીતના મુદ્દાંમાલ તેમજ દુકાનના ગલ્લામાં મુકેલ સિલ્લક રોકડ રકમની ચોરી કરી બાજુમાં આવેલ લેડી હબ નામક દુકાનમાં અગાશી પર લાગેલ દરવાજો વાળી દુકાનમાં પ્રવેશ્યા હતા. જોકે કાનમાં સીસીટીવી કેમેરા ના લાગેલા હોવાથી અહિયાં તસ્કરોએ બિન્દાસ પણે દુકાનમાં મુકેલ લેડીઝ શૂટ તેમજ લેડીઝ અંડર સહિતનો મુદ્દામાલ વેરવિેર કર્યો હતો. અને કેટલીક કાપડ નો સામાન તથા રોકડ રકમ સહીતના મુદ્દામાલ પર હાથફેરો કરી રાત્રિના અંધારામાં પલાયન થઈ ગયા હતા. જે બાદ સવારે બન્ને દુકાનદારો દ્વારા દુકાનના શટર ખોલતાં દુકાનોમાં વેર વિખેર થયેલો સામાન જોવા મળતા દુકાન માલિક પણ આઘાતની સ્થિતિમાં પહોંચ્યા હતા. ત્યારબાદ બંને દુકાનદારોએ માલ સામાનની ચકાસણી કરતા બંને દુકાનોમાંથી અંદાજે એક લાખ ઉપરાંત નો મુદામાલ ચોરાયો હોવાનુ અંદાજો આવતાં બંને દુકાનદારોએની જાણ બી ડિવિઝન પોલીસ મથકમાં કરી હતી. એકવારમાં સ્થળ પર આવેલી પોલિસે સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ફૂટેજના આધારે તસ્કરોનો પગેરૂ શોધી વધુ તપાસ હાથ ધરી છે.