
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
ચૈતર વસાવાનો હુંકાર..જબ તક તોડેંગે નહી, તબ તક છોડેંગે નહી, યે ચૈતર વસાવા હે, કભી જુકેગા નહિ..
એક જ ચાલે ચૈતર વસાવા ચાલેને નારાથી સભા આખી ગુંજી ઉઠી.
ભાજપના લોકો ભારે હેરાન કરે જેટલા લોકો હોય તે લોકોને જોઈ રાખજો બધાને મોર બોલાવીશું. ધારાસભ્ય ચૈતર વસાવા.
સજેલી તા.૧૯
સંજેલી તાલુકાના માંડલી રોડ જૂની હાઈ સ્કૂલના મેદાનમાં આમ આદમી પાર્ટી દ્વારા ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા ના અધ્યક્ષ સ્થાને જાહેર સભાનું ભવ્ય આયોજન કરાયું
ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર ખુલ્લેઆમ સ્ટેજ પર આકરા પ્રહારો કર્યા હતા.ભાજપના ઇશારે જનસભા ને મંજૂરી આપેલ સ્થળ સભા ન કરવા દેવા ભારે ધરમ પછાડા કરવામાં આવ્યા રાતોરાત સ્થળ બદલી જૂની હાઈસ્કૂલના મેદાનમાં સભા રાખવામાં આવી જેમાં ચૈતર વસાવા એ ફિલ્મી સ્ટાઇલમાં કહ્યું જબ તક તોડેંગે નહી તબ તક છોડેંગે નહી યે ચૈતર વસાવા હે કભી ઝુકેગા નહી અને ભરૂચમાં મારી સામે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, મુમતાઝ જેવા કોઈ પણ ઉમેદવાર હોય મને જીતતા નહિ રોકી શકે.
લોકસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દાહોદ લોકસભા બેઠકને કબજે કરવા આમ આદમી પાર્ટી દ્વારા દાહોદના સંજેલી ખાતે એક ભવ્ય જનસભા યોજવામાં આવી.આ જનસભામાં જુની હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર અધ્યક્ષ સ્થાને જાહેર જનસભા નું આયોજન કરવામાં આવ્યું હતું.
ચૈતર વસાવા એ કહ્યું મેં વિસ્તરણ અધિકારી તરીકે રાજીનામું આપી મારા ગુજરાતના અને મારા આદિવાસી સમાજના લોકહિતના કામ માટે મારા પરિવારે પણ રાજીનામું આપ્યું છે અને નાની ઉંમરમાં ધારાસભ્ય બેઠક પર ઉમેદવારી નોંધાવી અને જીત હાસિલ કરતા અને હું એક દિવસ પણ ઘરે રહેતો નથી અને ઉમરગામ થી અંબાજી સુધીના પટ્ટી પર લોકોની સમસ્યાને લઇ રજૂઆતો કરી રહ્યો છે.
ગુજરાતની 26 બેઠકોમાંથી આઠ બેઠકો આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાની છે જેમાં ભરૂચ લોકસભા ના ઉમેદવાર તરીકે મારું નામ જાહેર થયું છે ત્યારથી જ આ ભાજપવાળા ચગડોળે ચડ્યા છે ધારાસભ્ય ચેતર વસાવા એ વધુમાં જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં નકલી કચેરીઓમાં કરોડો રૂપિયાનું કોભાંડ કરવામાં આવ્યું છે છેલ્લા કેટલાય સમયથી કાળા ભૂંગળાઓ નાખ્યા પણ ખેડૂતા ખેતરમાં પાણી હજી સુધી પહોંચ્યું નથી. નળશે જળ યોજના હેઠળ પાંચ વર્ષથી કનેક્શન આપવાનું કામ કરી રહ્યા કેટલીક જગ્યાએ અધુરી કામગીરી અને કેટલીક જગ્યાએ પાણીની પાઇપો નાખી પણ પાણી હજી સુધી આવ્યું નથી. મનરેગામાં 100 દિવસની રોજગારી રકમ આપવામાં આવતી નથી. ગામડાઓમાં 1.20 લાખની આવાસ યોજના આપવામાં આવે છે જ્યારે શહેરોમાં 3.50 લાખ રૂપિયા ની આવાસ યોજના આપવામાં આવે છે. ભાજપના લોકો ભારે હેરાન કરે છે કાર્યક્રમ રદ કરવા ભારે ધરમ પછાડા કર્યા પરંતુ હમ ભી વો હૈ જો ડરતે નહિ પણ કંઈ વાંધો નહીં અપના ટાઈમ આયેગા 2027 માં હેરાન કરવાવાળા જેટલા લોકો હોય તે લોકોને જોઈ રાખજો બધાને મોર બોલાવીશું. દાહોદ બેઠક પર પણ આમ આદમી પાર્ટીની બેઠક માટે ચર્ચા ચાલી રહી છે બધા ભેગા મળી અને આપણે આ બેઠક મજબૂતાઈથી જીતવાની અપીલ કરી. પ્રથમ વખત આદિવાસી નો મસીહા ધારાસભ્ય ચૈતર વસાવા એ ફિલ્મી સ્ટાઇલમાં વિરોધીઓને ખુલ્લેઆમ સ્ટેજ પર તીર ચલાવ્યા અને શાબ્દિક પ્રહાર કરતાં જણાવી કે તુમ કો ક્યા લગતા થા લોટેંગે નહી ગલત જબ તક તોડેંગે નહી તબ તક છોડેંગે નહીં યે આદિવાસી ચૈતર વસાવા હે કભી ઝૂકેગા નહી.