
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
આપણી આદિવાસી દીકરી અન્ય સમાજમાં પરણાવનારને પિતાને 5.51 લાખનો દંડ.
નેનકી,જાસુણી,ટીશાના મુવાડા સહીત ગામોમાં આદિવાસી સમાજના સુધારણા દહેજ બંધારણની બેઠક યોજાઈ.
દહેજમાં 500 ગ્રામ ચાંદી, 3 તોલા સોનુ,1લાખ 51 હજાર નક્કી કરાયા.
સંજેલી તા.૧૬
સંજેલી તાલુકાના ટીશાના મુવાડા,જસુણી, ડોકા તલાવડી જીતપુરા,કરકડા મહુડી,નેનકી સહીત ગામોમાં સરપંચ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં સમાજ સુધારાના લઈને આગેવાનો દ્વારા મિટિંગ યોજાઈ.
અલગ અલગ ફળિયાના મોટી સંખ્યામાં યુવાનો વડીલો અને આગેવાનો હાજર રહ્યા તેમજ કમિટી બનાવી સમાજ સુધારણા અંતર્ગત ચર્ચા વિચારણા અને ચિંતન કરવામાં આવ્યું હતું.
Dj ના કારણે આપણા બાળકો પર માઠી અસર પડી રહી છે આપણે આપણી સંસ્કૃતિ જાળવી રાખીએ તેમજ આપણા બાળકોનું ભવિષ્ય ના બગડે તે માટે બાળકોને ભણાવવું જોઈએ, ખોટા ખર્ચા ના કરવા સહિતના અલગ-અલગ મુદ્દાને લઇ વિસ્તૃત ચર્ચા કરાઈ જેમાં દહેજ ઓછું કરવું, dj બંધ ખોટા ખર્ચો ના કરવા સહિતની વિવિધ વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. પંચોની રૂબરૂ ઠરાવો કરવામાં આવિયા.બાળકોના ભવિષ્ય બગડે નહિ તે માટે DJ સદંતર બંધ રાખવા ડીજે નું બંધ નું એલાન કરાયુ,દીકરી દીકરાના લગ્નમાં દહેજ પેટે રોકડ તેમજ દાગીના 500ગ્રામ ચાંદી,3 તોલા સોનુ,1લાખ 51 હાજર રોકડ રકમનું દહેજ નક્કી કરાયુ,લગ્ન પ્રસંગમાં થતા અન્ય ખર્ચ માટે સમાજના 3000 લેવા, ભાંગજેડ 3000 અને કન્યા પક્ષના 2500 રૂપિયા મળી કુલ 5500 ભાગઝેડીયાના નક્કી કરાયા, ભોજન સાદું દાળ, ભાત અને એક મીઠી વાનગી બનાવવી,
કન્યાદાનમાં રસોડાનું પૂરતું સામાન આપવું બાકી રોકડ રકમ આપવી, લગ્નમાં પાન મસાલા બીડી વ્યસન બંધ, દારૂ પીને( નશો કરીને પ્રસંગમાં જવું નહીં) ફટાકડા ફોડવા નહીં, મામેરુ મામા તરફથી ફક્ત એક જોડી, કાપડું,ચાંદલો બંધ, હોળી હાયડા પ્રથા બંધ, જાનમાં ઘોડો લાવવો નહીં, મંડપ તથા વાહન વ્યવહાર મર્યાદામાં ખર્ચ કરવો, છોકરો છોકરી ભાગી જાય તો પાંચ લાખ ઉપરાંતનો દંડ સહિતની વિવિધ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.આપણા સમાજની દીકરી બહાર ગામ અન્ય સમાજમાં જો જાય તો 5.51 લાખ દંડ વસૂલવા સહિતના જેટલા અલગ અલગ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઠરાવો કરવામાં આવ્યા.દાહોદ,પંચમહાલ, મહીસાગર સહીત તાલુકાના વિસ્તારમાં કુરરિવાજોને કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ કુરિવાજો ને અંકુશમાં લાવવા માટે ગામે ગામ સમાજ સુધારા માટે રથ ફેરવવામાં આવી રહ્યો છે. જેને લઇ સમાજ સુધારા માટે ટીશાના મુવાડામાં સભ્ય રાકેશ બિલવાળ ના ઘરે તેમજ સરપંચના અધ્યક્ષ સ્થાને જશોણી,ડોકા તલાવડી,જીતપુરા તરકડા મહુડી,નેનકી સહિતના ગામોમાં પંચો દ્વારા આ તમામ નિયમોને વાંચી સંભળાવી બધાની વચ્ચે રહી મીટીંગ કરવામાં આવી હતી.
સંજેલી તાલુકા ની 18 ગ્રામ પંચાયતો આવેલી છે જેમાં સંજેલી,કોટા,ગોવિંદા તળાઈ,મોટાકાલીયા ઢેડીયા,કડવાનાપડ,અણીકા,ચમારીયા, જુસ્સા, ટીશના મુવાડા, જસુણી, ડોકા તલાવડી, જેતપુરા, તરકડા મહુડી, નેનકી સહીતના ગામોમાં સમાજ સુધારાને લઇ મીટીંગ યોજાઈ અને અન્ય ગામોમા પણ વહેલી તકે આદિવાસી સમાજ માટે મીટીંગ યોજવામાં આવે તેવી માંગ થઇ રહી છે તેવી સંજેલી તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ચારે કોર ચર્ચા થઈ રહી છે. જેમા રાજુભાઈ બારીયા,રમેશ તાવીયાડ દહેજ પ્રથા સુધારણા ને લઇ સંજેલી તાલુકામાં ઠેર ઠેર મીટીંગ થઇ રહી છે આવનારા 3 દિવસની અંદર ઇટાડી,મોલી,ગસલી ભમેલા,ભાણપુરા,ગરાડીયામાં 2 દિવસમાં મિટિંગનું આયોજન કરવામાં આવશે.