રાજેશ વસાવે :- દાહોદ
સામાન્ય માણસ અધિકારી પાસે આવે ત્યારે પ્રજાલક્ષી રહી મદદ કરવી – સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર
સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો.ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક યોજાઈ
દાહોદ તા. ૧૬
દાહોદ:-દાહોદના સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો.ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક કલેક્ટર કચેરી દાહોદ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં ગત બે બેઠકની અમલવારી રિપોર્ટ સમીક્ષા તેમજ કાર્યવાહી નોંધની ચર્ચા કરવામાં આવી હતી સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે સમગ્ર મીટીંગની છણાવટ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે,” વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં હું જિલ્લાના કર્મયોગીઓનો ઉત્સાહ જોવું છું તે જોઈને મને ગૌરવ થાય છે અને આ માટે હું સમગ્ર તંત્રને બિરદાવું છું.આ કામ સાથે સંકળાયેલા તમામને અભિનંદન પાઠવું છું. સામાન્ય માણસો યોજનાઓના લાભ માટે તમારી પાસે આવશે ત્યારે પ્રજાલક્ષી યોજનાઓ સફળતાપૂર્વક પાર પડે તે માટે તમે પ્રજાલક્ષી કામ કરશો. સૌને પ્રજાલક્ષી રહી મદદ કરવી. સ્વચ્છતા રાખશો અને આ રીતે સરસ કામ કરશો એમ સંબંધિત અધિકારી સર્વશ્રીઓને સાંસદશ્રી એ જણાવ્યું હતું.
આ બેઠકમાં સ્વચ્છ ભારત મિશન(શહેરી) (SBM-U), પ્રધાનમંત્રી આવાસ યોજના(હાઉસિંગ ફોર ઓલ અર્બન) (PMAY-U) ,અટલ મિશન ફોર રેજુવેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT) ,મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના (MGNREGA) ,શ્યામાપ્રસાદ મુર્ખજી રૂર્બન મિશન—રાષ્ટ્રીય રૂર્બન મિશન(SPMRM) ,સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) (SBM-G) ,પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)(PMAY-G) વગેરેજેવી વિવિધ યોજના લક્ષી કરાયેલી કામગીરી અને પૂર્ણ કરવાના લક્ષણ કો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી.પાંડોર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી.એમ.પટેલેએ પણ સમગ્ર મીટીંગ ની છણાવટ કરી હતી
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા,જિલ્લા પંચાયતના સભ્ય શ્રીઓ સર્વશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ,પદાધિકારીશ્રીઓ, સંબંધિત યોજનાઓના અધિકારી સર્વશ્રીઓ અને કર્મયોગી સર્વશ્રીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦