રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વનિર્ભર પ્રાથમિક શાળાને કેળવણી સુંદર સ્વ નિર્મિત આર્ટ અને ક્રાફ્ટ પ્રદર્શન યોજી હતી
સૌનું મન મોહી લે તેવી હસ્તકલા ની એક એક કૃતિઓએ ભારે આકર્ષણ હતું
દાહોદ તા. ૧૬
વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિ ખીલે તથા સમાજલક્ષી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ રસ લેતા થાય તેવા ઉમદા હેતુથી દાહોદની એક શાળામાં છેલ્લા પાંચ માસની મહેનતે અભૂતપૂર્વ રંગ લાવે તેવું એક સુંદર સ્વ નિર્મિત આર્ટ અને ક્રાફ્ટ પ્રદર્શન યોજી હતી સૌનું મન મોહી લે તેવી હસ્તકલા ની એક એક કૃતિઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું શહેરની સ્વનિર્ભર પ્રાથમિક શાળ દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સહયોગી ભાઈઓ સહિત સૌ કોઈએ ખંતપૂર્વક મહેનત કરી હતી તો આ શાળામાં વાલીઓ પણ પાછા રહ્યા ન હતા
આ હસ્તકલા પ્રદર્શનમાં જાણીતી અને ઓછી જાણીતી હસ્તકલાઓ આર્ટ અને ક્રાફ્ટ પૈકી વરલી આર્ટ, ગ્લાસ પેઇન્ટિંગ, સ્ટોન આર્ટ, રેઝિન આર્ટ, મોઝાઈક આર્ટ, ભરતકામ, સોપીસ આઈટમ, ઇલેક્ટ્રીક આઈટમો, ન્યૂઝ પેપર વર્ક, કોલાજ વર્ક, છાપકામ વર્ક, પેન્સિલ શેડિંગ વર્ક, મોતી કામ તથા મેજિક આર્ટ જેવી વિવિધ કલા અને હસ્તકલા ના વૈવિધ્યપૂર્ણ નમુનાઓ રજૂ કરાયા હતા વિદ્યાર્થીઓમાં રહેલી કલાશુજ માં નીખાર આવે તેની કલ્પના શક્તિ સર્જનાત્મક શક્તિ અને રચનાત્મકતા ને વેગ મળે તેનું કોન્સન્ટ્રેશન એક તરફ વધે એટલું જ નહીં કલા અને કળા દ્વારા પોતાના સુષુપ્ત ભાવોને પ્રદર્શિત કરી શકે સંઘ ભાવના ખેલાએ તેવા ઉચ્ચ આદર્શો સાથે આ પ્રદર્શનને સૌ વાલીઓ વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ ઊંડાણપૂર્વક નિહાળ્યું હતું અને મોટી સંખ્યામાં સહરાના મેળવી હતી. માત્ર પુસ્તકલક્ષી શિક્ષણને બદલે સાચા અર્થમાં કેળવણી અને સામાજિક ઉત્તરદાયિત્વ તરફ વિદ્યાર્થીઓ પ્રેરાય સાથે સાથે આવી કલા અને કળા દ્વારા પોતાની કારકિર્દી બનાવી વ્યવસાયિક ધોરણે અપનાવી આર્થિક ઉદ્ધાર પણ કરી શકે તેવા પ્રેરણા લક્ષી પ્રદર્શનને ઠેર ઠેરથી આવકાર મળ્યો હતો દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વનિર્ભર પ્રાથમિક શાળાને કેળવણી માટે તેમજ વૈવિધ્યતા પૂર્ણ ઈત્તર પ્રવૃત્તિઓ માટે ખૂબ પ્રસિદ્ધ પ્રાપ્ત થાય છે ત્યારે આવા પ્રદર્શન જોવા માટે લોકોને શાળા પરિવારે વધુમાં વધુ નિમંત્ર્યા છે તારીખ તારીખ 16 અને 17મી ફેબ્રુઆરી દરમિયાન સવારે 09:00 થી સાંજના પાંચ કલાક સુધી આ પ્રદર્શની લોકો માટે ખુલ્લી મુકવામાં આવી છે