બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામે ગત વર્ષની સગાઈ છતાં આદિવાસી સમાજના નવીન બંધારણનો અમલ કરાયો
માનાવાળા બોરીદાના યુવકની સગાઈ મોટાનટવા ગામે ગત વર્ષે જુના બંધારણ પ્રમાણે કરવામાં આવી હતી
નવા બંધારણ પ્રમાણે રોકડ રકમ રૂપિયા 1,51,000 તથા 3 તોલા સોનું અને 500 ગ્રામ ચાંદી નક્કી કરવામાં આવી
સુખસર,તા.14
ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામના રહીશ વળવાઈ સુરસીંગભાઇ વખાભાઇની પુત્રીની સગાઈ ગત વર્ષે માનાવાળા બોરીદા ગામે મછાર વિકેશભાઇ નાકુભાઈના પુત્ર જોડે થયેલ હતી.અને આ વર્ષે લગ્ન લેવાના છે.ગત વર્ષના સમાજના રીત રિવાજ મુજબ રૂપિયા 2,50,000 ખર્ચ 6 તોલા સોનું અને 750 ગ્રામ ચાંદી નક્કી કરેલ હતી.પરંતુ આદિવાસી ઉત્કર્ષમંડળ દ્વારા ચાલુ વર્ષે સમાજનુ બંધારણ નક્કી કરી અને ગામડે-ગામડે મીટીંગો યોજી અને સમાજને ખોટા ખર્ચાઓ માંથી દૂર કરવા માટેનું કામ કરી રહ્યા છે.જેના ભાગરૂપે આ બંને ગામોમાં પણ મીટીંગ કરી નવીન બંધારણનો અમલ કરવા માટે સમજાવવામાં આવ્યા હતા.પરંતુ કન્યા પક્ષ માંથી પંચ દ્વારા ગત વર્ષના રીત રિવાજ મુજબ લેવડ-દેવડ કરવાની છે.આ વાત ઉત્કર્ષ મંડળના કાર્યકર્તાઓ સુધી પહોંચતા શંકરભાઈ કટારા,લલીતભાઈ પારગી, બચુભાઈ મછાર,લાલસિંહભાઈ,વકલા ભાઈ ડામોર ના ઓએ મળીને બંને ગામની પંચોની રૂબરૂ મુલાકાત કરી હતી.અને મોટા નટવા ગામની પંચને સમાજના બંધારણની વાત કરીને નવુ બંધારણ સ્વીકારવા માટે વિનંતી કરતા ગામની પંચે તેઓની વાત સહર્ષ સ્વીકારી લેતા ભલે ગત વર્ષની સગાઈ થયેલ પરંતુ નવીન બંધારણ મુજબ આજરોજ નક્કી કરવામાં આવ્યું હતું.ફતેપુરા તાલુકામાં ગત વર્ષની સગાઈ કરેલ છે. અને તેઓ નવીન બંધારણ પ્રમાણે લગ્નની લેવડ-દેવડ કરવા અડગ હોય તેવા લોકો માટે ઉદાહરણ પૂરું પાડેલ છે.