સિંગવડમાં પોલિસ દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત પત્રિકા વિતરણ કરાયું..
સીંગવડ તા. ૧૪
રણધીપુર પોલીસ દ્વારા માર્ગ સલામતી માસને ધ્યાનમાં રાખીને જતા આવતા વાહન ચાલકોને પત્રિકાઓ આપીને નિયમોનું પાલન કરવા જણાવ્યું છે.
દાહોદ જિલ્લા માર્ગ સલામતી સપ્તાહ ના ભાગરૂપે રણધીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.બી રાઠવાના માર્ગદર્શન હેઠળ રણધીપુર ટ્રાફિક પોલીસ દ્વારા સિંગવડ બજારમાં આવતા જતા મોટરસાયકલ કાર જીપ લોડિંગ ટ્રકો વગેરે વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા પત્રિકાઓ આપીને વાહન ચાલકોને જાગૃત કરવામાં આવ્યા અને વાહન ચલાવતા દરેક લોકોને સરકારના દ્વારા બનાવવામાં આવેલા કાયદા મુજબ ગાડીઓ ચલાવવા માટે સૂચનાઓ આપવામાં આવી જેમાં * ટુ-વ્હીલર ચલાવો ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરવા * ફોરવીલર માં બેસો ત્યારે આગળની સીટમાં સીટ બેલ્ટ અવશ્ય બાંધવા * વાહનની હેડલાઇટમાં જમણી લાઈટ પર પીળો પટ્ટો કાળો ટપકું ફરજિયાત કરાવો જેથી સામેના વાહન ચાલકની આંખો અંજાઈ ન જાય * વાહનની પાછળ રેડિયમ પટ્ટો ચોટાડો * ચાલુ વાહને વાહન ચાલકે મોબાઇલ પર વાત ન કરવી *વાહનની નંબર પ્લેટ ફેન્સી કે કોઈ હોદ્દો કે સંસ્થાના નામના લખાણવાળી ન રાખવી આ બધા નિયમોનો ચુસ્ત પાલન કરવામાં આવે તો કોઈપણ કાયદા અનુસાર દંડની અથવા ફોજદારી કાર્યવાહી માંથી બચી શકાય તેમ છે અને એક્સિડન્ટ થતા હોય તેમાં બચાવ થાય તેમ છે