Saturday, 27/07/2024
Dark Mode

અગાઉ 700 ઉપરાંત કાચા પાકા દબાણો તોડી પડાયા બાદ પુનઃ દબાણોનો રાફડો ફાટયો..

February 10, 2024
        2037
અગાઉ 700 ઉપરાંત કાચા પાકા દબાણો તોડી પડાયા બાદ પુનઃ દબાણોનો રાફડો ફાટયો..

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

અગાઉ 700 ઉપરાંત કાચા પાકા દબાણો તોડી પડાયા બાદ પુનઃ દબાણોનો રાફડો ફાટયો..

સંજેલીમાં દબાણો દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીએ સરપંચને નોટિસ ફટકારતા ચકચાર…

દબાણો 30 દિવસમાં દૂર કરવાની કાર્યવાહીમાં નિષ્ફળ જશો તો હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી કરાશે.

કચરાના વ્યવસ્થાપન માટે યોગ્ય જગ્યાની પસંદગી કરી નિયમો અનુસાર જગ્યા 15 દિવસમાં જાણ કરવી.

દાહોદ તા.૧૦

સંજેલી ગ્રામ પંચાયતમાં વધતી જતી ગંદકી અને દબાણોના કારણે બારે હાલાકીને લઈને સંજેલી તાલુકા વિકાસ અધિકારીએ 30 દિવસમાં દબાણો દૂર કરવા અને સ્વચ્છતા જાળવી રાખવા તેમજ કચરા વ્યવસ્થાપન માટે યોગ્ય જગ્યા ની પસંદગી કરી નિયમ અનુસાર જરૂરી જગ્યા નિમ કરવા માટે ની દરખાસ્ત સક્ષમ કક્ષાએ દિન 15માં મોકલી આપવા માટેની ગ્રામ પંચાયત સરપંચને નોટિસ ફટકારવામાં આવી છે. જો તેમ કરવામાં ઠરશો તો પંચાયત ધારા ની કલમ મુજબ સત્તા પરથી દૂર કરવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.   

સંજેલી ગ્રામ પંચાયત વિસ્તારના પાંચ વર્ષ અગાઉ ટીડીઓ મામલતદાર અને પ્રાંત તેમજ પોલીસ કાફલા સાથે ગ્રામ પંચાયત ઓફિસ પંચાયતની બનાવેલી પાકી દુકાનો સહિતના 700 ઉપરાંત કાચા પાકા દબાણો તોડી પાડી લાખો રૂપિયાનો ખર્ચો કરી અને દબાણો ખુલ્લા કરવામાં આવ્યા હતા. જે બાદ ફરી પંચાયતની રહેમ નજર હેઠળ મુખ્ય માર્ગો પર પંચાયતની તેમજ સીટી સર્વે અને ગૌચરના દબાણ ઉપર મોટા પાયે દબાણો થતા જ ટ્રાફિક સમસ્યા અને લોકોને હાલાકી વેઠવી પડી રહી છે . સ્વચ્છતા પાણી સ્ટેટ લાઈટ અને પ્રાથમિક સુવિધા દબાણો દૂર કરવા માટે છેલ્લા ઘણા સમયથી યોજાતી ગ્રામ સભા તાલુકા જિલ્લા તેમજ ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે.જેને ધ્યાને લઈને સંજેલી તાલુકા વિકાસ અધિકારી કૃણાલ ડામોર જાહેર સ્વચ્છતા ની જાળવણી અને દબાણો દૂર કરવા માટે ની સત્તા ગુજરાત પંચાયત અધિનિયમ જોગવાઈ ઓ અનુસાર પંચાયત ને કાયદા થી સોંપવામાં આવેલી છે. કામગીરી ની જવાબદારી પંચાયતના વડા તરીકેની સરપંચની છે. આ બાબતે દબાણો દૂર કરી અને સ્વચ્છતા રાખવા માટે પંચાયતને વારંવાર જાણ કરવા છતાં પણ દબાણો દૂર કરવા કે સ્વચ્છતા રાખવા માટે પરિણામ લક્ષી કાર્યવાહી કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા હોવાનું જણાતાં તાલુકા વિકાસ અધિકારીએ સરપંચ મનાભાઈ ચારેલ ને 15 દિવસમાં કચરાના વ્યવસ્થાપન માટેની જગ્યા ની પસંદગી કરી નિયમો અનુસાર નિમ કરવા માટેની દરખાસ્ત તૈયાર કરવા.જાહેર રસ્તા ઉપર નિયમિત સાફ-સફાઈની કામગીરી હાથ ધરવા, તેમજ ગ્રામ પંચાયત વિસ્તારમાં થયેલા દબાણ થયેલા દબાણો દિન 30 માં દુર કરવા અંગેની નોટિસ ફટકારવામાં આવી છે.જો આ કામગીરી કરવામાં નિષ્ફળ નિવડશો તો નિયામો અનુસાર કાર્યવાહી હાથ ધરવા માટે પંચાયત અધિનિયમ 1993 ની કલમ 57 હેઠળ સરપંચને હોદ્દા પરથી દૂર કરવા માટેની કાયદેસરની કાર્યવાહી કરવા માટે નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!