Saturday, 27/07/2024
Dark Mode

2 વર્ષથી આજ દિન સુધી ચૂંટણી ન યોજતા ગામનો વિકાસના કામો રૂધાયો. સંજેલીના વાસિયા ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવે ગામનો વિકાસ અટક્યો, ગ્રામજનોને ભારે હાલાકી..

February 10, 2024
        311
2 વર્ષથી આજ દિન સુધી ચૂંટણી ન યોજતા ગામનો વિકાસના કામો રૂધાયો.  સંજેલીના વાસિયા ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવે ગામનો વિકાસ અટક્યો, ગ્રામજનોને ભારે હાલાકી..

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

2 વર્ષથી આજ દિન સુધી ચૂંટણી ન યોજતા ગામનો વિકાસના કામો રૂધાયો.

સંજેલીના વાસિયા ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવે ગામનો વિકાસ અટક્યો, ગ્રામજનોને ભારે હાલાકી..

વાસિયાનું 1800 જેટલું મતદાન અને 500 જેટલા મકાનોના સમાવેશ થાય.

સંજેલીના વાસિયા ગામમાં સ્મશાન ઘાટ સ્ટ્રીટ લાઈટ,પશુ દવાખાનાની સુવિધાઓનો અભાવ.

નળ સે જળ યોજના ગ્રામ પંચાયત બાંધકામ અને ઉધ્વંહન સિંચાઈ યોજનાની કામગીરી અધુરી.

સંજેલી તા.૧૦

સંજેલી તાલુકાના વાસિયા ગામમા સ્મશાન ઘાટ સ્ટ્રીટલાઈટ પશુ દવાખાના જેવી પ્રાથમિક સુવિધાઓ નો અભાવ. નળશે જળ યોજના ગ્રામ પંચાયતનું બાંધકામ ઉદ્ધવહન સિંચાઈ યોજનામાં કોઈક કારણોસર સોલર કે વીજ કનેક્શન વિના અને આરોગ્ય કેન્દ્રમાં જર્જરિત હાલત ગ્રામ પંચાયતનું વિભાજન બાદ ચૂંટણીની પ્રક્રિયા ન થતા વિકાસના કામો અટક્યા હોવાનું જોવાઈ રહ્યું છે.

સંજેલી તાલુકા ની વાસીયા ગ્રામ પંચાયત ને 9 ગામોનો સમાવેશ હતો,બે વર્ષ અગાઉ વિભાજન કરી અને પાંચ ગ્રામ પંચાયતો બનાવવામાં આવી હતી. જે બાદ આજ દિન સુધી ચૂંટણી ન યોજતા વિકાસના કામો રૂદાયા છે.વિભાજન બાદ વાસિયા નું 1800 જેટલું મતદાન અને 500 જેટલા મકાનો ના સમાવેશ થાય છે, તેમ છતાં પણ આ વિસ્તારમાં સ્મશાન ઘાટ ની સુવિધાઓ નથી, પશુપાલકો માટે પશુ દવાખાનાની સુવિધા નો અભાવ, સ્ટ્રીટલાઈટ નો અભાવ. આરોગ્ય કેન્દ્ર તેમજ રેસીડેન્ટ માટેના બિલ્ડીંગ જર્જરીત હાલતમાં તેમજ ફરતે દીવાલની કામગીરી અધૂરી. ગ્રામ પંચાયત ભવનની કામગીરી અધુરી. નળ શે જળ યોજનાની કામગીરી અધુરી. નળ છે ત્યાં ઘર સુધી પાણી પહોંચ્યું નથી. ખેડૂતોને ઉનાળા શિયાળામાં ખેતી કરી શકે તે અંતર્ગત ઉદ્ધવહન સિંચાઈ યોજના ના બનાવેલા કુવામાંથી વીજ પુરવઠો આપવામાં આવ્યો નથી, જેથી સોલર ઉર્જા લગાવી અને ખેડૂતોને ખેતી માટે પાણી આપવામાં આવે તેવી માંગ. જાહેર જગ્યા ઉપર તેમજ ચોરા ઉપર બેસવા માટે બાંકડાઓની પણ સુવિધાઓ નથી. નવ ગામોની ગ્રામ પંચાયતોમાં ઝડપથી વિકાસ ના થાય તેને ધ્યાને લઈને પાંચ પંચાયતોમાં વિભાજન કરવામાં આવ્યું હતું. પરંતુ વિભાજન થયાને બે વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં પણ આ પાંચે ગ્રામ પંચાયતોની ચૂંટણી ન યોજતા નાણાપંચ એટીવીટી જેવા વિકાસના કામો અટક્યા.બાળકોને અભ્યાસ માટે બહુમાળી પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ ભણવાથી અભ્યાસ મેળવવા માટે સુવિધાઓ મળી.

સિંચાઈનું પાણી અને પ્રાથમિક સુવિધા મળે તેવી માંગ છે.:- ગામ આગેવાન ગમનભાઈ વસૈયા

વાસિયા ગામમાં ઉદ્ધવહન સિંચાઇ યોજનાના કુવાઓ પર સોલર લાઈટ લગાવવામાં આવે.જેથી ખેતીમાં ખેડૂતોને સુવિધાઓ મળે. તેમજ સુકી નદી અને આવેલા ખેતરો પાસે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે. તેમજ પ્રાથમિક સુવિધાઓ મળતી થાય તેવી માંગ છે.   

બે વર્ષથી ચૂંટણી યોજાઈ નથી પરંતુ વિકાસના કામો તો થઈ રહ્યા છે :- વાસિયા વહીવટદાર લલિત ચૌધરી

વાસિયા ગ્રામ પંચાયતનું વિભાજન થયા બાદ બે વર્ષથી ચૂંટણી યોજાય નથી. હાલ વિકાસના કામો થઈ રહ્યા છે પરંતુ ચૂંટણી યોજાય તો વિકાસના કામો ઝડપથી થાય તેમ છે. નળ શે જળ યોજના ની કામગીરી પણ બાકી છે .તેનું પેમેન્ટ પણ બાકી છે તે ટૂંક સમયમાં શરૂ થઈ જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!