સિંગવડમાં નલ સે જલ યોજનામાં જ્યાં દેખો ત્યાં પાઇપો ફાટી જતા પાણી માટે વલખા મારતા ગ્રામજનો …
દાહોદ તા.09
સિંગવડ તાલુકાના સિંગવડ માં નલ સેજલ યોજના સિંગવડ 2 ચૌહાણ ફળિયા સંગાડા ફળિયા ચંદાણા ફળિયા બિલવાળ ફળિયા ભાભોર ફળિયા માં યોજનાની લાઈનો ફીટ કરવામાં આવી છે જ્યારે સરકારનો ધ્યેય હતો કે લોકોના ઘરે-ઘરે પાણી પહોંચે અને લોકોને પાણીની તકલીફ નહીં પડે પરંતુ આ નલ સેજલ યોજનાના કોન્ટ્રાક્ટરો દ્વારા પાઇપો ફીટીંગ કરવામાં આવી તે પાઇપો સાવ તકલાદી હાલતમાં નાખવામાં આવતા સિંગવડ ના જે ફળિયામાં નાખવામાં આવી છે તે તમામ ફળિયામાં નળ શે જળ યોજના ની પાઇપો ફાટીને લાઈન બંધ હાલતમાં પડેલી છે જ્યારે આ નળ શે જળ યોજના ના પાણી નહીં આવતા વારંવાર ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત ખાતે તથા ગ્રામસભામાં પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ નલ સે જળ યોજનાના પાણી લોકોને ઘરે સુધી પહોંચ્યા જ નથી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયા નલ સેજલ યોજના પાછળ ખર્ચવામાં આવ્યા તે રૂપિયા પાણીમાં ગયા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે આ નળ શે જળ યોજનાના કનેક્શન ની પાઇપો છ મહિના ઉપર થી ફાટી ગઈ હોય તેને રિપેર કરવા નહીં આવતા જેના લીધે આ નલ સે જળ યોજના ના પાણી લોકોના ઘરે સુધી પહોંચી શકે તેમ નથી જ્યારે નલ સે જલ યોજનામાં જ્યાં દેખો ત્યાં પાણી નહીં મળવાની બુમો ઉઠવા પામી છે સુ આ નલ સે જળ યોજનાના પાણી સિંગવડ ગામના જે ફળિયાઓ માં કનેક્શન નો આપવામાં આવ્યા છે ત્યાં પાણી પહોંચે ખરા તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે ઘણા નલ સે જલ યોજનાના કનેક્શન ઉભા કરવામાં આવ્યા છે તે નળ કનેક્શન ના સાથે થાળા ફિટ કરવામાં આવ્યા નથી સુ સિંગવડ ગામમાં નલ સે જલ યોજના ના પાણી ઘરો સુધી પહોંચશે ખરા?