Saturday, 27/07/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના જવેશી ગામે આવેલ હોળી ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના ઓરડાઓનું ખાતમુહૂર્ત કરાયું

February 9, 2024
        820
ફતેપુરા તાલુકાના જવેશી ગામે આવેલ હોળી ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના ઓરડાઓનું ખાતમુહૂર્ત કરાયું

બાબુ સોલન્કી :- સુખસર 

ફતેપુરા તાલુકાના જવેશી ગામે આવેલ હોળી ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના ઓરડાઓનું ખાતમુહૂર્ત કરાયું

ધોરણ ૧ થી ૫ નાં બાળકો વર્ષ ૧૯૮૫ થી દશ બાય દશ ના ઓરડામાં બેસીને અભ્યાસ કરતા હતાં

જવેસી હોળી ફળિયા વર્ગ પ્રાથમિક શાળા માટે ચાર નવીન ઓરડા ઓનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થવાના અણસાર જણાતા ગ્રામજનોમાં ખુશી

સુખસર,તા.૯

ફતેપુરા તાલુકાના જવેશી ગામે આવેલ હોળી ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના ઓરડાઓનું ખાતમુહૂર્ત કરાયું

  ફતેપુરા તાલુકાના જવેસી ખાતે આવેલ હોળી ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના એક ઓરડાનું આડત્રીસ વર્ષ અગાઉ બાંધકામ કરવામાં આવેલ હતું. જેમાં ધોરણ એક થી પાંચ ની શાળા આવેલી છે.અને આ તમામ બાળકો એક દશ બાય દશના ઓરડામાં બેસીને વર્ષોથી અભ્યાસ કરી રહ્યા હતા. બાળકોને પડતી મુશ્કેલી બાબતે ગ્રામજનોએ અનેકવાર લાગતા વળગતા તંત્રોને રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી.જ્યારે વર્ષ-૨૦૨૦ માં આ શાળાના નવીન ઓરડાઓ બાંધકામ કરવા માટે મંજૂરી આપવા છતાં તે પ્રત્યે પણ છેલ્લા ત્રણ વર્ષથી ધ્યાન આપવામાં આવતું ન હતું.જ્યારે હોળી ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના નવીન ઓરડા ઓની બાંધકામ માટે ગ્રામજનોની માંગ તીવ્ર થતાં આખરે ગતરોજ ૨૫ લાખ રૂપિયાના ખર્ચે નવીન ચાર ઓરડા ઓની બાંધ કામગીરી માટે ખાતમુહૂર્ત કરવામાં આવતા બાળકો સહિત ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામેલ હોવાનું જાણવા મળે છે.

      જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના જવેશી ખાતે આવેલ હોળી ફળિયામાં વર્ગ પ્રાથમિક શાળાના એક ઓરડાનું વર્ષ-૧૯૮૫ માં બાંધકામ કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ એક થી પાંચ સુધીના ૫૦ થી ૭૦ જેટલા બાળકો આજદિન સુધી અભ્યાસ કરતા આવેલ છે. અને ચોમાસા જેવા સમયમાં વધુ વરસાદ થતાં વરસાદી પાણી સારા શાળામાં ઘૂસી જતા શાળા છોડી મૂકવા ફરજ પડતી હતી.અને ઓરડાઓ જર્જરિત થતાં મકાનના પાયા પણ ખરી રહ્યા હતા.ત્યારે આ શાળામાં ભણતા બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા હતા.જેથી ગ્રામજનોએ અનેક વાર લાગતા- વળગતા વહીવટી તંત્રોને રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવતા હતા.જ્યારે આ રજૂઆતોને ધ્યાને લઈ વર્ષ ૨૦૨૦ માં હોળી ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના ઓરડા બાંધકામ માટે મંજૂરી આપવામાં આવી મંજૂરી આપવામાં આવ્યા બાદ પણ બાંધકામની શરૂઆત કરવા માટે ત્રણેક વર્ષનો સમય વીતવા છતાં લાગતા- વળગતા તંત્ર દ્વારા તસ્દી લેવામાં આવી ન હતી.આખરે ગ્રામજનોની તીવ્ર માંગ ઉઠતાં હોળી ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના ચાર ઓરડા ઓની પચીસ લાખ રૂપિયાના ખર્ચે બાંધ કામગીરી કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.હોળી પ્રિય વર્ગ પ્રાથમિક શાળાના નવીન ઓરડા ઓની બાંધ કામગીરી શરૂ થવાના અણસાર જણાતાં ગ્રામજનો સહિત શાળાના બાળકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હોવાનું જાણવા મળે છે.

       જોકે જવેશી હોળી ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં બાળકો માટે પાણીની સુવિધા,શૌચની સુવિધા,રમત ગમત માટે મેદાન તથા બાગ બગીચાનો અભાવ હતો.પરંતુ હાલમાં શાળાના નવીન ઓરડા ઓનું બાંધકામ થઈ રહ્યું છે.ત્યારે સાથે-સાથે આ સુવિધા પણ બાળકોને ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ ખૂબ જ આવશ્યકતા જણાય છે.જોકે આ શાળા બાંધકામ માટે તથા સુવિધા માટે જમીનની જરૂર પડે તો કેટલાક લોકો પોતાની માલિકીની જમીન દાન પેટે આપવા પણ સહમત હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!