Wednesday, 11/12/2024
Dark Mode

ફરિયાદ બાદ કોન્સ્ટેબલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા બે દિવસના રિમાન્ડ મળ્યા .. હરિયાણાના એડવોકેટ અને પત્ની સાથે છેતરપિંડી કરનારા કોન્સ્ટેબલને સપ્ટેમ્બરમા સસ્પેન્ડ કરાયો હતો.

February 8, 2024
        570
ફરિયાદ બાદ કોન્સ્ટેબલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા બે દિવસના રિમાન્ડ મળ્યા ..  હરિયાણાના એડવોકેટ અને પત્ની સાથે છેતરપિંડી કરનારા કોન્સ્ટેબલને સપ્ટેમ્બરમા સસ્પેન્ડ કરાયો હતો.

ફરિયાદ બાદ કોન્સ્ટેબલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા બે દિવસના રિમાન્ડ મળ્યા ..

હરિયાણાના એડવોકેટ અને પત્ની સાથે છેતરપિંડી કરનારા કોન્સ્ટેબલને સપ્ટેમ્બરમા સસ્પેન્ડ કરાયો હતો.

કોન્સ્ટેબલના ખેલનો ખુલાસો સપ્ટેમ્બર બાદ થઈ ગયો હતો.

દાહોદ તા.૦૮

દાહોદ જિલ્લામાં ગઈકાલે ખાખીએ જ ખાખીને બદનામ કરતાં સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.જેમાં દેવગઢબારિયા પોલીસ મથકના પોલીસ કર્મચારીએ જ સાઇબર ક્રાઇમના ગુનામાં તપાસના કામે પીએસઆઇ તરીકેની ખોટી ઓળખ આપી મહિલા પોલીસ કર્મી તેમજ તેના વ્યવસાયે વકીલ પતિ પાસેથી બ્લોક કરાયેલા બેંક ખાતાને ફરીથી અનલોક કરવા માટે કરાવી ધમકાવી 4 લાખ જેટલી માતબર રકમ ખંખેરી લેતા સમગ્ર બનાવ સામે આવ્યો છે. જેના પગલે પોલીસ સાયબર ક્રાઇમ થી બચવા માટે જન જાગૃતિના કાર્યક્રમ ચલાવી કોને જાગૃત કરવાનું કામ કરી રહી છે. આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ વાળા તત્વો જે તમને ડરાવી ધમકાવી પૈસા પડાવવાના પ્રયાસો કરી રહ્યા છે. તેવા લોકો સામે બેખોફ પોલીસ ફરિયાદ કરવા માટે અપીલ કરી રહી છે. તેવા સંજોગોમાં મામલો સામે આવતા એક તરફ દાહોદ પોલીસ પણ કલંકિત બની હોય તેમ જોવાઈ રહ્યું છે. તો બીજી તરફ વાળ જ ચીભડા ગળતી હોય તો ફરિયાદ કોને કરવી? તે ઉક્તિ પણ અહિયાં સાર્થક થઈ રહી છે ત્યારે ઉપરોક્ત બનાવમાં રાજ્યની મહિલા પોલીસ કર્મી તેમજ તેના પતિ પાસેથી લાખો રૂપિયાની રકમ ખંખેરનાર પોલીસ કર્મી અનિલ સોલંકીએ ગેરકાયદેસર રીતે પી.એસ. આઈ. તરીકેની ખોટી ઓળખ આપી પૈસા પડાવવાના ખેલનો ખુલાસો સપ્ટેમ્બર માસમાં થઈ જવા પામ્યો હતો. ઉચ્ચ અધિકારીઓને આ બનાવની જાણ થતા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ ઉપરોક્ત પોલીસ કોન્સ્ટેબલ અનિલ સોલંકી ને સપ્ટેમ્બર માસમાં જ સસ્પેન્ડ કરી દીધો હતો. જે બાદ ભોગ બનનાર દંપતિએ તાજેતરમા દેવગઢબારિયા ખાતે આવી પોલીસ કર્મી વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરાવ્યો હતો.

*ફરિયાદ દાખલ થયા બાદ સસ્પેન્ડેડ પોલીસ કર્મીની ધરપકડ કરી પોલિસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા..*

પી. એસ. આઇ તરીકે ખોટી ઓળખ આપનાર સસ્પેન્ડ કરાયેલા પોલીસ કોન્સ્ટેબલ અનિલ સોલંકી વિરુદ્ધ તેના જ પોલીસ મથકમાં બોલો દાખલ થતા પોલીસે તેની દાહોદ ખાતેથી ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો જેમાં તેના બે દિવસના રિમાન્ડ મજૂર કર્યા હતા. જે આજે પૂર્ણ થતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે છે કે પછી તેને જામીન મળે છે. તે તો કોર્ટ જ નક્કી કરશે.

*પોલિસ કોન્સ્ટેબલની એકલાની સંડોવણી, કે અન્ય કોઈની મદદગારીથી આ પ્રકરણને અંજામ આપવામાં આવ્યુ.?*

ઉલ્લેખનીય છે કે પી.એસ.આઇ તરીકે ખોટી ઓળખ આપી જેટલી માતબર રકમ પડાવનાર પોલીસ કોન્સ્ટેબલ અનિલ સોલંકીએ જ સમગ્ર કાંડને અંજામ આપ્યો હતો. કે પછી આ પ્રકરણમાં તેની સાથે અન્ય કોઈની સંડોવણી પણ છે. કારણકે આટલો મોટો કાંડ કોઈ ઉચ્ચ અધિકારીની જાણ વગર થાય તે શક્ય નથી. જોકે બમ બાબત પોલીસ તપાસનો વિષય છે .પોલીસની આબરૂ જાય તે માટે આ પ્રકરણમા ભીનું સંકેલે છે કે કેમ.? તે ચર્ચાનો વિષય છે પરંતુ પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા ની કાર્ય પદ્ધતિને જોતા આ પ્રકરણમાં અન્ય કોઈની બહાર આવશે તો વિરોધ ચોક્કસ કાર્યવાહી થશે તે પણ કહેવું અસ્થાને નથી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!