
ઝાલોદ ખાતે આરોગ્ય વિભાગ અને મેડિકલ કેર સેન્ટરના સહયોગથી પિડિયાટ્રીક કેમ્પ યોજાયો..
ઝાલોદ તાલુકા આરોગ્ય કચેરી ખાતે ખામી યુક્ત બાળકોની સારવાર અર્થે મેડિકલ કેર સેન્ટરના સહયોગથી પિડિયાટ્રીક કેમ્પનુ આયોજન કરવામા આવ્યું હતું.
દાહોદ તા.08
ઝાલોદ ખાતે જિલ્લા આર.બી.એસ.કે ટીમ તેમજ સ્માઈલ ટ્રેઈનના સહયોગ થી જન્મ જાત ફાટેલા હોઠ અને ફાટેલા તાળવા તેમજ પીડીયાટ્રિક સર્જરી માટે કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ (સ્માઇલ ટ્રેઈન) દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાવન જેટલા લાભાર્થીની નોધણી કરવામાં આવી અને નવ જેટલા લાભાર્થીને સારવાર માટે તારીખ આપવામા આવી હતી, ખામી યુક્ત બાળકોની ઓપરેશન સહિતની સારવાર નિશુલ્ક કરવામાં આવશે તેમ ડૉવિવેક રાયઠાએ જણાવ્યું હતું.
આ કેમ્પમાં હાજર રહેલ પીડિયાટ્રિક સર્જન ડૉ.નેહલ શાહ દ્વારા બાળકોનું મફતમાં ચેકઅપ કરવામાં આવ્યું હતુ અને જરૂરિયતમંદ દર્દીને કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં આવી ખુબજ રાહત દરમાં સારવાર કરી આપવામા આવશે તેમ જણાવ્યુ હતુ, દાહોદ જિલ્લા આર.બી.એસ.કે ટીમ દ્વારા સરાહનીય કામગીરી માટે ઉપસ્થિત તબીબોનૂ મોમેન્ટો આપી સન્માન કરવા માં આવ્યું હતું.