કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ ખાતે ભારતીય જનતા પાર્ટી “ગાવ ચલો” અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ..
સીંગવડ તા. ૭
સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી “ગાવ ચલો “અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે બેઠક યોજાઇ જેમાં દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ આમલીયાર સ્નેહલ ભાઈ ધરીયા રાજ મેડમ નારસિંગભાઈ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન ડામોર પૂર્વ તાલુકા પંચાયત સી કે કિશોરી તાલુકા પંચાયત સદસ્યો સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભેગા થયા હતા ત્યારે આ કાર્યક્રમમાં વિસ્તારક યોજના બુથ સશક્તિકરણ બુથ મેનેજમેન્ટ અયોધ્યા તીર્થયાત્રા તેમજ આગામી લોકસભાની ચૂંટણી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.