રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં વર્ષોથી બ્લોક પડેલી તેમજ ગટર ઉપર દબાણ જેસીબી દ્વારા હટાવી ગટરો સાફ સફાઈ કરવાની કામગીરી હાથ ધરાઈ..
ગરબાડા તા.03
ગરબાડામાં ફેબ્રુઆરીના રોજ સવારથી લઈને સાંજ સુધી ગરબાડા પંચાયત દ્વારા ગરબાડા નગરની બ્લોક થયેલી તેમજ ગટરો ઉપર દબાણ કરેલ ગટરોની સાફ-સફાઈ હાથ ધરાઈ હતી જેમાં ગરબાડા પંચાયત ના સરપંચ અશોકભાઈ રાઠોડ તેમજ તલાટી પારસિંગ હઠીલા દ્વારા ગરબાડા નગરમાં જૂની ગ્રામ પંચાયત તેમજ ગાગરડી રોડ વિસ્તારમાં બ્લોક થયેલી તેમજ
ગટર ઉપર દબાણ કરેલ ગટરોને જે.સી.બી મશીન દ્વારા તોડી નાખી ગટરો સાફ સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અત્રે ઉલેખીનીય છે કે ગરબાડા નગરમાં અનેક વાર ગટરના પાણી રોડ ફરી વળતાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી.