યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના કાલીયા વલુડા ગામે પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઈ..
ફતેપુરા તા. ૩૧
તારીખ 30 જાન્યુઆરી 2024 અને મંગળવારના રોજ સાંજે 7:00 વાગ્યાના અરસામાં ફતેપુરા તાલુકાના કાળીયા વલુંડા ગામે ગ્રામ પંચાયતમાં દાહોદ જિલ્લા પોલીસવડા ડોક્ટર રાજદીપ સિંહ ઝાલા ના અધ્યક્ષ સ્થાને તેમજ ઝાલોદ વિભાગના ડીવાયએસપી ડી આર પટેલની ઉપસ્થિતિ રાત્રી સભા યોજાઈ હતી.આ રાત્રિ સભામાં ફતેપુરા પોલીસ મથકના પીએસઆઇ જે.બી તડવી તેમજ ફતેપુરા પોલીસ મથકના તમામ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ઉપસ્થિત મહાનુભવોનાએ પુષ્પગુચ્છ આપીને દાહોદ જિલ્લા પોલીસવડા નું સ્વાગત કર્યું હતું
દાહોદ જિલ્લા પોલીસવાડા એ ઉપસ્થિત તમામ નાગરિકોને પોતાના પ્રશ્નો રજૂ કરવા જણાવ્યું હતું અને દાહોદ જિલ્લા પોલીસવડા એ નાગરિકોના પ્રશ્નો શાંતિ પૂર્વક સાંભળ્યા હતા અને તેના યોગ્ય નિકાલ કરવા માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચનો કર્યા હતા.આ રાત્રી સભામાં ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પારગી તેમજ કાળીયા વલુંડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ જેંતિ કાળુ બરજોડ તેમજ ફતેપુરા તાલુકાના વિવિધ ગામોના સરપંચો તેમજ કાળીયા વલુંડા ગામ ના તેમજ ફતેપુરા ગામના અને ફતેપુરા તાલુકાના વિવિધ ગામોના અગ્રણીઓ આગેવાનો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..