Monday, 30/06/2025
Dark Mode

દાહોદ શહેરના પીંજારવાડ વિસ્તારમાં બાઈક સવાર દંપતીને પોલીસ તરીકે ઓળખાણ આપી 20,000 રૂપિયા લૂંટી લીધા 

October 10, 2021
        1944
દાહોદ શહેરના પીંજારવાડ વિસ્તારમાં બાઈક સવાર દંપતીને પોલીસ તરીકે ઓળખાણ આપી 20,000 રૂપિયા લૂંટી લીધા 

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ શહેરના પીંજારવાડ વિસ્તારમાં બાઈક સવાર દંપતીને પોલીસ તરીકે ઓળખાણ આપી 20,000 રૂપિયા લૂંટી લીધા 

દાહોદ તા.૧૦

દાહોદ શહેરમાં પિંજારવાડ વિસ્તારમાં મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ એક દંપતિને અજાણ્યા ઈસમો રસ્તામાં રોકી પોતે ખોટી પોલીસની ઓળખ આપી મોટરસાઈકલના કાગળીયા બતાવવાનું કહી રૂા.૨૦,૦૦૦ની લુંટ કરી નાસી જતાં વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગત તા.૦૮.મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ તાલુકાના વરમખેડા ગામે ગણાવા ફળિયામાં રહેતાં પર્વતભાઈ કિશનભાઈ ગુંડીયા તથા તેમની સાથે ઈલાબેન એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ દાહોદ શહેરમાં આવેલ જુની કચેરી પિંજારવાડ વિસ્તાર તરફથી પસાર થઈ રહ્યાં હતાં તે સયે અજાણ્યા ઈસમો ત્યાં આવ્યાં હતાં અને પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી ઉપરોક્ત દંપતિ પાસેથી ગાડીના કાગળીયા અને લાયસન્સની માંગણી કરી હતી જે લાયસન્સ પર્વતભાઈ પાસે ન હોવાને કારણે રૂા.૫૦૦ની માંગણી કરતાં પર્વતભાઈએ ૫૦૦ રૂપીયા કાઢવા ખિસ્સામાં હાથ નાંખતા તે દરમ્યાન ૨૦,૦૦૦ની રોકડ રકમ અજાણ્યા ચોર ઈસમો પર્વતભાઈના ખિસ્સામાં જાેઈ જતાં રૂા.૨૦,૦૦૦ની લુંટ કરી અજાણ્યા ચોર ઈસમો નાસી જતાં આ સંબંધે પર્વતભાઈ કિશનભાઈ ગુંડીયાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

——————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!