બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના કંથાગર ઇંટ ભટ્ટામાં કામ કરતા ૧૯ વર્ષિય યુવાને કરંટ લાગતા મોત
ઇંટ ભટ્ટા ઉપરથી પસાર થતો વીજ લાઈનનો જીવંત વીજ વાયર સ્પર્શ થતાં સારવાર મળે તે પહેલા જ યુવાનનું મોત
મૃતક યુવાન મધ્યપ્રદેશના ધાર જિલ્લાના બદનાવરનો રહેવાસી છે
સુખસર,તા.૨૦
ફતેપુરા તાલુકામાં આવેલા કેટલાક ઇંટ ભટ્ટાઓ ભટ્ટા સંચાલકો ઇંટભટ્ટા ચલાવવાના નિયમો અને શરતોનો સડેચોક ભંગ કરી ઇંટભટ્ટાઓ ચલાવાઇ રહ્યા છે.અને તેનો ભોગ રાત દિવસ ઈંટ બનાવવાની મહેનત મજૂરી કરતા મજૂરો બનતા હોય છે.તેવો જ કિસ્સો આજરોજ કંથાગરમાં ચલાવાઇ રહેલ ઈંટ ભટ્ટામાં એક મજૂરને આ ભટ્ટા ઉપરથી પસાર થતો વીજ લાઈનનો વીજ વાયર સ્પર્શ થતાં મધ્યપ્રદેશથી મજૂરી કરવા આવેલો યુવાન મોતને ભેટ્યો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના બદનાવર ગામના વિશાલભાઈ પૂનમચંદ ગેલોત(ઉ.વ.આ.૧૯)ગત એક માસ અગાઉ તેમના માણસો સાથે કંથાગર ઇંટ ભઠ્ઠામાં ઈંટ બનાવવાની મજૂરી કામે આવેલ હતો.રોજની જેમ આજરોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં વિશાલભાઈ ઇંટ બનાવવાની માટીના ઢગલા ઉપર કોઈક કારણોસર ઉપર ચડ્યો હતો.તેવા સમયે વિશાલભાઈ ગેલોત નેઆ ઢગલા ઉપરથી પસાર થતી વીજ લાઈનનો વાયર અકસ્માતે વિશાલભાઈ ગેલોતને ગળા પાસે સ્પર્શ થતાં જીવલેણ ઝાટકો લાગ્યો હતો.અને તાત્કાલિક બેભાન અવસ્થામાં સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યો હતો.જ્યાં ફરજ ઉપરના તબીબે વિશાલભાઈ ગેલોતને મૃત જાહેર કર્યો હતો.મજૂરી કરવા આવેલા યુવાનનું અકાળે મોત નીપજ્યું હોવાનું તેના પરિવારને જાણ થતા પરિવારમાં સહિત આપવા આપવા ઇંટ ભઠ્ઠામાં કામ કરતા શ્રમિકોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હોવાનું જાણવા મળે છે.જોકે આ માટી ઉપરથી આજરોજ યુવાનને કરંટ લાગી મોતને બેઠો છે તે જ જગ્યા ઉપર ગત ચોમાસામાં અન્ય એક કામ કરતા મજુરને કરંટ લાગ્યો હતો તેમ છતાં ઇંટ ભટ્ટા માલિકને આ વાયરને હટાવવાની કે જી.ઈ.બી તંત્રને ઝુલતા જીવંત વીજ તારને ખેંચવાની તસ્દી લીધી નથી.અને તેમની બેદરકારીથી આજરોજ એક યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.