Friday, 01/12/2023
Dark Mode

દાહોદમાં રતલામ ક્રાઇમ શાખા તેમજ આરપીએફની સંયુક્ત દરોડો દરમિયાન રેલ્વેની ટિકિટોની કાળાબજારી કરતો યુવક ઝડપાયો 

October 8, 2021
        1883
દાહોદમાં રતલામ ક્રાઇમ શાખા તેમજ આરપીએફની સંયુક્ત દરોડો દરમિયાન રેલ્વેની ટિકિટોની કાળાબજારી કરતો યુવક ઝડપાયો 

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં રતલામ ક્રાઇમ શાખા તેમજ આરપીએફની સંયુક્ત દરોડો દરમિયાન રેલ્વેની ટિકિટોની કાળાબજારી કરતો યુવક ઝડપાયો 

પોલીસે રેડ દરમિયાન 1500 રૂપિયાની ટિકિટ જપ્ત કરી

ટિકિટોની કાળાબજારી કરનાર યુવક યાદગાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો કર્મચારી

 દરોડા દરમિયાન બાર જુદી-જુદી બોગસ આઇ.ડી મારફતે કુલ ૬૫ ટિકિટો બનાવી હોવાનું ઘસ્ફોટક

 પોલીસે યુવકની અટકાયત કરી ગોધરા કોર્ટમાં રજૂ કર્યો 

દાહોદ તા.૦૮

 દાહોદ શહેરમાં યાદગાર ચોક ખાતે આવેલ એક ટુર એન્ડ ટ્રાવેલ્સની દુકાનમાં અવૈધ રીતે રેલ્વેની ટીકીટનું વેચાણ થતું હોવાની માહિતી અપરાધ શાખા રતલામ, રેલ્વે મંડળ અને દાહોદ રેલ્વે વિભાગના સંબંધિતોને થતાં સંયુક્ત ઓપરેશનમાં દુકાનમાં ટીમે ઓચિંતો છાપો મારતાં ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકને રેલ્વે વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની પાસેથી અવૈધ ૬૫ ટીકીટો મળી આવી હતી. પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી કોર્ટમાં હાજર કરવાની તજવીજ હાથ ધરી છે.

 મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, ૧૫ દિવસ સુધી સમગ્ર ભારત દેશમાં રેલ્વે સુરક્ષા બળ દ્વારા સ્પેશીયલ ડ્રાઈવ ચાલી રહ્યું છે જેમાં અવૈધ રેલ્વે ટીકીટનું વેચાણ કરતાં વિગેરે તત્વો ઉપર રેલ્વે વિભાગ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે આ ડ્રાઈવના ભાગરૂપે દાહોદ શહેરમાં પણ રેલ્વે સુરક્ષા બળ દ્વારા સમગ્ર દાહોદ શહેરમાં ટીમને તપાસ અર્થે રવાના કરી દેવામાં આવી છે ત્યારે ગતરોજ દાહોદ રેલ્વે વિભાગને મળેલ બાતમીના આધારે દાહોદ શહેરમાં આવેલ યાદગાર ચોક સ્થિત યાદગાર ટુર એન્ડ ટ્રાવેલ્સ નામની દુકાન છે ત્યાં રેલ્વેની અવૈધ ટીકીટોનું વેચાણ અને વ્યાપાર થઈ રહ્યો છે. બાતમી મળતાંની સાથેજ અપરાધ શાખા રતલામ અને દાહોદ રેલ્વે સ્ટેશનના સત્તાધિશો દ્વારા જાેઈન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમ્યાન આ યાદગાર ટુર એન્ડ ટ્રાવેલ્સની દુકાનમાં ઓચિંતો છાપો મારતાં આ દુકાનના સંચાલક અલીઅસગર અલીહુસેન નીમચવાલાને ઝડપી પાડવામાં આવ્યો અને દુકાનની તલાસી લેવામાં આવી હતી. સંચાલક દ્વારા અવૈધ રીતે ૧૨ પર્સનલ આડી બનાવવામાં આવી હતી. આ ૧૨ પર્નલ આડીથી આ સંચાલક દ્વારા અલગ અલગ લોકોની અલગ અલગ જગ્યાએથી આવવા જવાની અલગ અલગ ટ્રેનોની કુલ ૬૫ ટીકીટો અવૈધ રીતે કાઢવામાં આવી હતી. ઉપરોક્ત ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકની રેલ્વે સુરક્ષા દળ, દાહોદ દ્વારા અટકાયત કરી તેને દાહોદ રેલ્વે પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની વિરૂધ્ધ ગુનો દાખલ કરી ત્યાર બાદ તેને રેલ્વે કોર્ટ ગોધરામાં રજુ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવનાર છે.

 

—————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!