બાબુ સોલંકી :- સુખસર
ઝાલોદ મુવાડાના સગર્ભા મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓએ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી
પ્રસુતિ કરાવતા બે ગર્ભનાળ નવજાત શિશુના ગળામાં વીંટળાયેલ હતી
સુખસર,તા.૧૬
ગતરાત્રિના ઝાલોદ તાલુકાના ઝાલોદ મુવાડાના સ્થાનિક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮ની મદદ લેવામાં આવી હતી.ત્યારે ઝાલોદ ૧૦૮ની ટીમને રાત્રીના ૧:૫૬ કલાકે કોલ મળતાંની સાથેજ તાત્કાલિક ઝાલોદ મુવાડા ગામે પહોંચી સગર્ભા મહિલાને તપાસતા પ્રસૂતિ નો દુખાવો થતો હતો.અને ૧૦૮ના ઇ.એમ.ટી આશિષ કે.ડામોર અને પાયલોટ અર્જુન કટારા પહોંચી ગયા હતા.તેમજ રસ્તો ખરાબ હોવાના કારણથી સગર્ભા બેનના ઘરે એમ્બ્યુલન્સ જઇ શકે તેમ ન હોય સ્પાઈન બોડ લઈને પ્રસ્તુતા મહિલાના ઘરે પહોંચ્યા હતા.અને ડિલિવરી કરાવવાની ફરજ પડતાં બેનને ઘરેજ પ્રસૂતિ કરાવવી પડી હતી. ત્યારે પ્રસૂતિ કરાવતા બાળકના ગળામાં (બે) ગર્ભ નાળ વીંટળાયેલ હતી.અને ઇ..આર.સી.પી ફિજીસિયન ડૉ.કૃષ્ણા ના માર્ગદર્શનથી પ્રસુતા બેનના ઘરેજ બહુ કાળજી પૂર્વક નોર્મલ પ્રસૂતિ કરાવેલ હતી.અને સારવાર આપતા સરકારી દવાખાના ઝાલોદ ના ડૉ. જયરાજ દેવધાને બધી તકલીફ જણાવી હતી.અને માતા તથા બાળકને દાખલ કરીને ત્યાથી રવાના થયા હતા. આ રીતે ઝાલોદ ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું.