બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં અનાથ બાળકોને ઉતરાયણ નિમિત્તે પતંગો નું વિતરણ કરવામાં આવ્યું
અનાથ બાળકોને ઉતરાયણ ની સામગ્રી આપી વાર્ષિક બચત કરવા સમજ આપવામાં આવી
સુખસર,તા.૧૩
ફતેપુરા તાલુકામાં અનાથ બાળકોને પતંગ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં પટીસરા,ભિતોડી, નાની ઢઢેલીમોટી ઢઢેલી,ડબલારા, ઘાણીખૂટ,જાંબુડી,મોટા નટવા જેવા ગામોમાં ૨૫ પરિવારોમાં ૫૬ જેટલા અનાથ બાળકો છે.જેમને કોઈ આધાર હોતો નથી.ઉપર આકાશ અને નીચે ધરતી એમાય આવા બાળકો તહેવારના સમયમાં ખૂબ જ દુઃખની લાગણી અનુભવતા હોય છે.
તેથી વર્ષમાં ત્રણ વાર આવા બાળકોને રૂબરૂ મુલાકાત કરવામાં આવે છે.તેમની સાથે બેસીને ચર્ચા કરવામાં આવે છે.સરકારની યોજનાઓનો લાભ તેમને મળે છે કે નહીં?તેની માહિતી મેળવવામાં આવે છે.અને ન મળતો હોય તેઓને તાત્કાલિક મળે તે માટે પ્રયત્ન કરવામાં આવતા હોય છે.એમાંય ઉતરાયણનો તહેવાર બાળકો માટે ફેવરિટ હોય છે. જેથી આવા બાળકોને મુલાકાત કરી પતંગ,દોરા,મમરા,ગોળ લાડુનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
સાથે-સાથે જેનુ કોઈ ધ્યાન રાખવા વાળું હોતું નથી તેથી વ્યસન અને ફેશનના રવાડે ન ચડે તે માટે વ્યસન મુક્તિની બુક તમામ બાળકોને આપવામાં આવી હતી.તથા બાળકોમાં નાનપણથી જ બચત કરતા થાય એ માટે તમામ બાળકોને એક-એક ગલ્લાનું વિતરણ કરવામાં આવ્યું.અને તેઓને કોઈપણ રૂપિયો,બે રૂપિયા,પાંચ રૂપિયા,દસ રૂપિયા પચાસ રૂપિયા કાંઈ પણ આપે તો બાળક સીધુ ચોકલેટ કે પડીકું ખાઈ જતું હોય છે.તો તેમને સમજાવવામાં આવ્યું કે,આ પૈસાની દુકાનેથી ચોકલેટ કે પડીકું ખાવાના બદલે ગલ્લામાં મૂકીને બચત કરવા સમજાવવામાં આવ્યું હતુ.બાળકો ખૂબ ભાવુક બન્યા હતા. અને એકાદ વર્ષ બાદ આ બાળકોને પોતાનું બચત ખાતું ખોલાવી અને બેંકમાં જમા કરવા માટેની એક નાનકડી પ્રવૃત્તિ કરવામાં આવી હતી.