લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ઇવીએમ મશીનનો નિર્દેશન યોજાયું…
સીંગવડ તા. ૧૦
સિંગવડ તાલુકામાં લોકસભા 2024 ની ચૂંટણી આવવાની હોય એના પહેલા ચૂંટણી પંચ દ્વારા ઇવીએમ મશીનનો નીદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યું સિંગવડ તાલુકામાં આગામી લોકસભાની ચૂંટણી 2024 યોજવાની હોય તેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા ઇવીએમ મશીન નું નિદર્શન યોજવામાં આવ્યું ત્યારે સિંગવડ તાલુકાના ગામડાઓના વિસ્તારમાં મોટા આંબલીયા નાના આંબલીયા મલેકપુર મેથાણ સાકરીયા રણધીપુર સિંગવડ પીસોઈ દાસા બોરગોટા વગેરે ગામોમાં ઇવીએમ મશીન નો લઈ જઈને નિદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં થોડા સમય પછી 2024 નું લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને સિંગવડ તાલુકાના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી વિભાગ દ્વારા દરેક બુથ સુધી વ્યવસ્થિત માહિતી પહોંચે તે માટે ઇવીએમ નિદર્શન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું છે જેમાં એક વાહન ઇવીએમ વીવીપેટ સાથે ઝૉનલ અધિકારી માસ્ટર ટ્રેનર વગેરે સાથે દરેક ગામમા જ્યાં લોકો ભેગા થતા હોય તેવી જગ્યાએ મતદારો ને માહિતી આપવામાં આવે છે જ્યારે આજરોજ સિંગવડ બજાર તથા રણધીપુર ખાતે 10 જાન્યુઆરીના રોજ રણધીપુર ગામના નાગરિકોને બોલાવીને આ ઇવીએમ મશીન ની જાણકારી આપવામાં આવી હતી જ્યારે સિંગવડ બજારમાં પોલીસ સ્ટેશન સામે તથા નીચવાસ બજાર અને ગુરુ ગોવિંદ ચોક વગેરે ખાતે આ ઇવીએમ મશીન થી જાણકારી આપીને લોકોને વોટિંગ કેવી રીતના કરવું તેના માટે એ મશીનથી વોટિંગ કરવામાં આવ્યું હતું જ્યારે આ સિંગવડ તાલુકાના તમામ ગામોમાં ઇવીએમ મશીન વાહન ચૂંટણી પહેલા તમામ મતદારોને આની જાણકારી આપવામાં આવશે.