રાજેશ વસાવે :- દાહોદ
આદિવાસી પરિવાર દાહોદ અને BCC દાહોદ દ્વારા આદિવાસી સંવેધાનીક હક અધિકાર બાબતે એક દિવસીય ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું
દાહોદ તા. ૮
રવિવારના રોજ ખરેડી,વડલી મુકામે આદિવાસી પરિવાર દાહોદ અને BCC દાહોદ દ્વારા આદિવાસી સંવેધાનીક હક અધિકાર બાબતે એક દિવસીય ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમ ની શરૂઆત આદિવાસી પરંપરા ,વિધિ વિધાન દ્વારા કરવામાં આવી , આ શિબિર દરમિયાન આદિવાસી સમુદાય નીં સમસ્યાઓ ,આદિવાસી સમુદાય સામેના પડકારો અને તેના નિરાકરણ માટેની ગહન ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો .કાર્યક્રમ મા રાજસ્થાનથી ઉપસ્થિત ભંવરલાલ પરમાર દ્વારા ગોવિંદ ગુરુ આંદોલનનું ઉદેશ્ય ભીલરાજની સ્થાપના અને આદિવાસી સમુદાય સામેના પડકારો અને તેના ઉકેલ માટે આદિવાસી સમુદાયે એકજુટ થઈ વૈચારિક એકીકરણ અને સાંસ્કૃતિક શુદ્ધિકરણ ની વાત કરેલ.ત્યારબાદ બબીતા કશ્યપ દ્વારા આદિવાસી સમુદાય ના બંધારણીય અધિકારો જેમ કે આર્ટિકલ 13(3)ક,244(1)(2),372 તેમજ વખતોવખત ના સુપ્રીમ કોર્ટ ના ચુકાદા જેવા કે 5 જાન્યુઆરી 2011,સમતા 1997,પી રામી રેડી 1988,ગોલકનાથ VS પંજાબ,વેદાંતા 2013 ની વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ મહીસાગરથી ઉપસ્થિત ભીલપ્રદેશની ગાયિકા દીકરી અરચી બામણિયા દ્વારા તેના મધુર કંઠથી આ કાર્યક્રમ ગીતમય બનાવ્યો હતો.આ કાર્યક્રમમાં રાજસ્થાન ,મધ્યપ્રદેશ અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મહાનુભાવો આવી પોતાના વિચાર સમાજ સમક્ષ મુક્યા હતા.
કાર્યક્રમની ખાસ વિશેષતા એ રહી કે આ કાર્યક્રમમા આદિવાસી પારંપારિક ખાણું અડદની દાળ અને મકાઈની થુલી (ઘાટ) નું ભોજન કરાવવામાં આવ્યું હતું.