રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના રેંટીયા ગામે ત્રાટકેલા તસ્કરોએ દુકાનને નિશાન બનાવી, 31 હજારનો મુદ્દામાલ ચોરી ફરાર..
દાહોદ તાલુકાના રેંટીયા ગામે સબજેલની સામે ત્રાટકેલા તસ્કરોએ એક દુકાનને નિશાન બનાવી રોકડ સહીત રૂપિયા 31 હજારની મત્તાની ચોરીને ફરાર થઈ ગયા હતા.
દાહોદ તા. ૬
દાહોદ તાલુકાના રેંટીયા ગામે ત્રાટકેલા તસ્કરોએ સબજેલની સામે આવેલી દાહોદ જોહાર નગર સાંઈદીપ સોસાયટીમાં રહેતા નીખીલભાઈ સોમસીંગબાઈ ગોહીલની દુકાનને નિશાન બનાવી દુકાનમાં પ્રવેશી લોક તોડી ટેબલનો ડ્રોવરમાં મૂકેલ રૂપિયા 5000/-ની રોકડ તથા દુકાનમાં મૂકેલ રૂપિયા 26 હજારની કુલ કિંમતની મોટરો મળી કુલ રૂપિયા 31 હજારની મત્તા ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે દાહોદ જૉહારનગર, સાંઈદીપ સોસાયટીમાં રહેતા નિખીલભાઈ સોમસીંગભાઈ ગોહિલે નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ તાલુકા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.