સીંગવડથી મલેકપુર ચોકડી સુધીનો નવો ડામર રસ્તો હલકી ગુણવત્તા વાળો હોવાની બૂમો…
સીંગવડથી મલેકપુર ચોકડી સુધીનો નવો ડામર રસ્તો બનાવવામાં આવે તેનામાં ખાલી રસ્તો બનાવવા વેઠ ઉતારવા આવતી હોય તેમ લોકોમા ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે.
સીંગવડ તા. ૬
સિંગવડ થી મલેકપુર ચોકડી સુધીનો 3 કિ.મી રસ્તો બનાવવામાં આવે છે તેમાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પર મોટા કપચા પાથરી દેવામાં આવ્યા છે જ્યારે ડામર નાખવામાં આવ્યો નથી જો ડામર નાખવામાં આવ્યો હોત તો કપચા ચોટી શકે અને તે જામી શકે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ ડામર રસ્તા ઉપર ખાલી કપચા નાખીને તેના ઉપર ડામર નાખીને કાકરી નાખવામાં આવતા આ ડામોર રસ્તો બરાબર બનશે નહીં તેમ લોકોમા ચર્ચા ચાલી રહી છે જ્યારે ડામર રસ્તાને પહોળો કરીને બનાવ્યો હોત તો આ ડામર રસ્તા પરથી નીકળતા વાહનોને એક્સિડન્ટ થવાનો ભય ઓછો રહે જ્યારે આ રસ્તો બનાવવામાં આવે છે તો પછી પહોળો કરીને બનાવવામાં આવે તો આ રસ્તા પરથી નીકળતા વાહનો તથા લોકોને આ રસ્તા નો લાભ મળી શકે તેમ છે પરંતુ જ્યારે આ ડામર રસ્તા માટે સરકારશ્રીના ધારા ધોરણ મુજબ બનાવવામાં નહીં આવતો હોય તેમ લોકોના મુખે ચર્ચા ચાલી રહી છે જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આ ડામર રસ્તાઓ બનાવવા માટે કપચા નાખવામાં આવ્યા છે તે હમણાંથી જ ઉખડવા લાગ્યા છે તો પછી આગળ જઈને આ રસ્તો કેવો બનશે તે તો હવે આવનારો સમય બતાવશે જ્યારે આ ડામર રસ્તાને વ્યવસ્થિત બનાવવામાં આવે તો તે લાંબો સમય ચાલી શકે તેમ છે માટે જે સરકારી તંત્રને લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ રસ્તાને બરોબર બનાવવામાં આવે અને તેના પર ધ્યાન રાખવામાં આવે તેવી અને સરકાર તેના ધારણ મુજબ બનાવવામાં તેવી વાહનચાલકોની તથા લોકોની માંગ ઉઠવા પામી છે જ્યારે સરકારે નક્કી કર્યા પ્રમાણે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવે અને સરકારના રૂપિયાનો વ્યવસ્થિત ઉપયોગ થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.